Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસે 12 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી

વડોદરા: શહેરના માંજલપુર અલવાનાકા ઝવેરનગરમાં રહેતા અને વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને માંજલપુર પોલીસે ઝડપી પાડી દારૃની ૧૨ બોટલ જપ્ત કરી છે.

માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે ઝવેરનગરમાં રહેતો  ધમો વિદેશી દારૃનો ધંધો કરે છે. જેથી રાત્રે સવા બે વાગ્યે પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને આરોપી ધર્મેશ ઉર્ફે ધમો સુરેશભાઈ ત્રિવેદીને ૭૫૦ મી.લી.ની  એક એવી ૧૨ બોટલ સાથે ઝડપી પાડયો છે. ધર્મેશ કેટલા સમયથી દારૃનો ધંધો કરે છે? કોને કોને દારૃ આપે છે? તે અંગે પોલીસે ધર્મેશની વધુ પૂછપરછ હાથ ધરી છે.

(6:02 pm IST)