Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં માસ્ક વિના ફરતા 1427 લોકો પાસેથી 14,27 લાખનો દંડ વસૂલાયો

રાત્રી કર્ફ્યુના ભંગ બદલ 28 લોકોની અટકાયત

વડોદરા : વડોદરામાં છેલ્લા 24 કલાકમાં પોલીસે માસ્ક પહેર્યા વિના ફરતા 1427 લોકોને ઝડપીને તેમની પાસેથી 14.27 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. આ સિવાય પોલીસે રાત્રી કરફ્યુનો ભંગ કરવાના 26 ગુના દાખલ કરીને 28 જણાની ધરપકડ કરી છે

  વડોદરામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. જે ગંભીર ચિંતાનો વિષય છે. વહીવટી તંત્ર દ્વારા માસ્ક વિના ફરી રહેલા લોકો પાસેથી વસૂલવામાં આવતી દંડની રકમ વધારીને 1000 રૂપિયા કરી દેવામાં આવી છે. આમ છતાં અનેક લોકો હજુ પણ માસ્ક પહેરવાની તસ્દી લેતા નથી. આથી પોલીસ દ્વારા સતત આવા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે

  વડોદરામાં રાત્રી કરફ્યુ હોવા છતાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વૅક્સીન ના શોધાય ત્યાં સુધી તકેદારી એજ એકમાત્ર ઉપાય છે. કોરોના સંક્રમણથી બચવા માટે હાલ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક છે. આમ છતાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના ફરી રહ્યાં છે. આવા લોકો પર પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે

(10:15 am IST)