Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જે સખ્તી કરવી હોય તે માલીકો ઉપર કરોઃ શ્રમિકોને દંડા ન પડવા જોઇએ

સુરતમાં તંત્ર-વેપારીઓ વચ્ચેની બેઠકોમાં સુરઃ લોકોમાં પણ નારાજગી : શ્રમિકો પલાયન થશે તો અર્થવ્યવસ્થા ડામાડોળ બનતા વાર નહીં લાગે : ઉદ્યમીઓને ડર

સુરત : ફરી લોકડાઉનની આશંકા અને સખ્તીથી વેપારીઓ ઉદ્યોગકારો ચિંતત છે અમે શ્રમિકો પણ સહેમાયેલ છે. દિવાળી પછી થયેલ કોરોના વિસ્ફોટ રોકવા તંત્ર સખ્ત પગલા લે છે. સુરત જેવા ઓદ્યોગિક શહેરમાં શ્રમિકો જ મુખ્ય આધાર છે તંત્રનું માનવુ છે. તંત્રનું માનવુ છે કે કપડા અને હીરા ઉદ્યોગથી રોજ મોટી સંખ્યામાં સંક્રમિતો મળી રહ્યા છે.

તેવામાં કલેકટર અને આયુકતો સાથે વેપારીઓની બેઠક ચાલી રહી છે. ઉદ્યોગપતિઓએ ગુહાર લગાવી છે કે તંત્ર વધુ ન ડરાવે. નહીંતર શ્રમિકો ચાલ્યા જશે. હાલ જ મહાનગરોમાં રાત્રી કફર્યુ છે. સુરતમાં ગાડી પાટે ચડી રહી છે. તેવામાં પોલીસ મનપાની ટીમો કપડા -હીરા બજારમાં કારખાનાઓમાં ઘુસીને કાર્યવાહી કરી રહી છે. મહિધરપુરામાં એક હીરા દલાલને અડધુ માસ્ક પહેરવા બદલ બેરહેમીથી માર મારેલ.

ઘણા વિસ્તારોમાં દંડ અને દંડાના પ્રયોગથી લોકોમાં ભારે નારાજગી છે. સખ્તીના કારણે ૭૦ ટકા પરત આવેલ શ્રમિકો પલાયન થવાની ભીંતી છે. જો આ વખતે આવુ થાય તો અર્થવ્યવસ્થાને ફરી ધક્કો લાગતા જરા પણ વાર નહીં લાગે.

(2:39 pm IST)