Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

પ્રવાસી પક્ષીઓનું ભારતમાં આગમન ઘટયું: ભય-ભટકાવ-ઠેકાણુ બદલવાથી સંખ્યા ઘટી

ખાડી યુદ્ધથી ઘટાડાનો સિલસિલો શરૂ થયોઃ શિકાર અને મેદાન પ્રદેશોની ધુમ્મસ પણ કારણભૂત : ગુજરાત-રાજસ્થાન-પ.બંગાળમાં આ વર્ષે પણ અપેક્ષાથી ઓછા વિદેશી મહેમાનો આવ્યાઃ બર્ડ વોચર્સ

સુરતઃ ઠંડા પ્રદેશમાંથી ભારત આવતા પ્રવાસી પક્ષીઓના આગમનની રીતમાં સતત બદલાવ થઈ રહ્યો. ફકત તેમની સંખ્યા ઓછી થઈ રહી છે પણ વારંવાર આવવાનો રસ્તો બદલી રહ્યા છે. આ સીલસીલો ખાડી યુદ્ધની શરૂ થયેલ. જ્યારે પાકિસ્તાનના રસ્તેથી આવતા પક્ષીઓમાં શિકારનો ડર સમાયેલો છે. જેના કારણે તેમની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. કોરોનાકાળમાં પર્યાવરણમાં ફેરફારના કારણે પણ ભારત આવતા પક્ષીઓ ઘટયા છે.

ઓકટોબર મહિનામાં ભારતમાં પ્રવાસી પક્ષીઓની મોસમ શરૂ થઈ જાય છે. લાખો પક્ષી દક્ષિણ એશીયાના વિવિધ ભાગોમાં જવા લાખો માઈલનું અંતર કાપે છે અને શિયાળામાં તેઓ ઘર બનાવે છે. સમૂહમાં આવનાર ઘણી પ્રજાતિઓ ભારતમાં અલગ અલગ સમયમાં આવે છે.

છેલ્લા વર્ષોમાં પ્રવાસી પક્ષીઓની સંખ્યા ચોંકાવનાર ગતિએ ઓછી થઈ છે. બાર હેંડેડ ગીઝ અને ડેમોઝેલ કેન્સ અને બતકની ઘણી પ્રજાતિઓમાં ઘટાડો વિચારવા જેવો છે. બર્ડ વોચર મુજબ પાછલા વર્ષોમાં ભારતમાં પ્રવાસી પક્ષીઓની કમી અવાજ પ્રદુષણ, શિકાર અને રસ્તામાં ભટકાવ સહિત અનેક કારણો છે. કોમળ અને શાંત મનના પક્ષીઓના મનમાં ભયથી ભટકાવની સ્થિતિ બની છે. પાકિસ્તાનથી આવતા સમયે પક્ષી શિકાર બને છે.

આ બધા કારણોથી પક્ષીઓના સમૂહ આવતા ગણતરીની સંખ્યામાં રહી જાય છે. ઘણી પ્રજાતિઓએ માઈગ્રેટ થવાનું બંધ કર્યુ તો ઘણીએ અન્ય ઠેકાણાઓ ગોત્યા છે. પક્ષી વૈજ્ઞાનિકો મુજબ પહેલીવાર ભારત આવવામાં મોટી કમી ખાડી યુદ્ધમાં જોવા મળેલ. જ્યારે તેલના કુવામાં મોટી આગ ભડકેલ અને સમુહ તેલથી ભરાઈ ગયેલ અને પક્ષીઓના સમુદ્રમાં બેસવાથી તેમની પાંખો તેલથી તરબતર થઈ ગયેલ.

(3:49 pm IST)