Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

અમદાવાદના ભદ્રકાળી મંદિરે આજે દેવદિવાળીએ દર્શનનો મહિમાઃ જા કે કોરોના મહામારીના કારણે ભાવિકોની સંખ્યા ઓછી

અમદાવાદઃ આજે દેવદિવાળી છે. અમદાવાદમાં શહેરીજનો સવારથી નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કરવા ઉમટી રહ્યા છે. કોરોના વાયરસને લીધે વર્ષે અહીં ઓછી ભીડ જોવા મળી રહી છે. પરંતુ અમદાવાદમાં પરંપરા રહી છે કે કોઈ તહેવાર પર શહેરીજનો દિવસની શરૂઆત માતા ભદ્રકાળીના દર્શન કરીને કરતા હોય છે

દેવદિવાળીની સવારે અમદાવાદના શહેરીજનો દર્શન કરવા માટે માતા ભદ્રકાળીના મંદિરે પહોંચ્યા હતા. કોરોના વાયરસને કારણે અહીં તમામ નિયમોનું પાલન કરીને ભક્તો માતાના દર્શન કરી રહ્યાં છે. વર્ષે કોરોના મહામારીને કારણે નગરદેવીના દર્શન કરવામાં ઓછી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. આજે માં ભદ્રકાળી સિંહના આસન પર સવાર છે અને સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે

આજે દેવદિવાળીનું પર્વ છે. આજના દિવસનું અનોખું મહત્વ હોય છે. આજથી તમામ સારા પ્રસંગો માટેના મુહૂર્ત નીકળે છે. આજે દિવાળીના પર્વની પૂર્ણ અને ભગવાન ઉત્તરાયણમાં પ્રવેશે છે. આજે સારા કામ કરી શકાય છે. અમદાવાદમાં આવેલા અષ્ટ લક્ષ્મીના મંદિરમાં વિશેષ પૂજા અર્ચન કરવામાં આવે છે. દરવર્ષે  આજના દિવસે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે વર્ષે ભક્તોની મંદિરમાં ગેરહાજરી જોવામળી રહી છે

(5:38 pm IST)