Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

આંકડા છૂપાવી સરકાર લોકોના જીવ સાથે રમત રમે છેઃ કોંગ્રેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે : કોરોના સંક્રમણના આંકડાઓ છૂપાવવામાં બિહાર બાદ ગુજરાત બીજા ક્રમે હોવાનો વિરોધ પક્ષ કોંગ્રેસનો દાવો

અમદાવાદ, તા. ૩૦ : રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. અમદાવાદની હૉસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ ગઈ છે સ્થિતિમાં કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકારનો ઉધડો લીધો છે. મોઢવાડિયાએ કહ્યું કે આઈસીએમઆરે આંકડા બહાર પાડ્યા તેમાં ગુજરાત બિહાર પછી દેશનું સૌથી વધુ આંકડા છુપાવનારું રાજ્ય છે. રાજ્યમાં પહેલાં સરખા ટેસ્ટ નહોતા થતા હવે પોઝિટિવ કેસનાં આંકડા અને સ્મશાનના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. મોઢવાડિયાએ પત્રકારોને જણાવ્યું કે માત્ર અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સરકારી ચોપડે ૨૭૩૯ કેસ જ્યારે હકીકતમાં ખાનગી હૉસ્પિટલો ફૂલ છે. એમાં ૩૧૮૨માં ૨૮૪૫ દર્દી સારવાર લઈ રહ્યા છે જ્યારે ૨૯૧૬ દર્દી સરકારી દવાખાનામાં છે. જ્યારે આઈસીયુમાં ૪૪૦ બેડ છે એમાંથી ૩૦ ખાલી છે. ૨૧૦ વેન્ટિલેટર ૧૪ વેન્ટિલેટર ખાલી છે. જયારે સરકારી ચોપડે માત્ર ૮૨ દર્દીઓ વેન્ટીલેટર પર છે.

આઈસીએમઆરે કહ્યું છે શિયાળાનો સ્પેલ ખૂબ જોખમી છે. અમદાવાદમાં - હજાર ટેસ્ટ થતા હતા ત્યારે ૩૦૦ કરતાં વધુ દર્દીઓ આવતા હતા જ્યારે આજે હજારોની સંખ્યામાં ટેસ્ટ થાય છે પરંતુ રેપીડ ટેસ્ટના આંકડાની કોઈ નોંધ લેવાતી નથી. સરકાર સ્મશાનના આંકડા પણ છુપાવી રહી છે, હકિકતમાં -૧૦ ગણા આંકડા મોતના છે. મોઢવાડિયાએ કહ્યું સરકાર અધિકારીઓના રવાડે ચઢે અને પ્રજાને સાચી માહિતી આપે કે આટલા કેસ છે, આટલા મોત થયા છે, હકિકતમાં અધિકારીઓને કઈ નહીં થાય પરંતુ સરકારી પ્રજા વચ્ચે જવું પડશે. ભારતીય જનતા પાર્ટીને હું ચેતવવા માંગું છું,

તમને જરૂરથી જનતા બોધપાઠ આપશે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે સરકાર પોઝિટિવ કેસના આંકડા તો છુપાવી રહી છે સાથે હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા છુપાવી રહી છે. ઉપરાંત જે આંકડા સ્મશાનમાંથી આવી રહ્યા છે અને તેની સામે સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા બતાવી રહી છે તેની વચ્ચે -૧૦ ગણું અંતર છે. સરકારે આંકડા સાચા જાહેર કરી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.

(7:39 pm IST)