Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : નવા 1502 કેસ નોંધાયા : વધુ 20 લોકોના મોત : વધુ 1401 દર્દીઓ સાજા થતા કુલ 1,90,821 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,09,780 થયો : મૃત્યુઆંક 3989

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 312 કેસ, સુરતમાં 266 કેસ,વડોદરામાં 187 કેસ, રાજકોટમાં 140 કેસ, મહેસાણામાં 70 કેસ, ગાંધીનગરમાં 59 કેસ જામનગરમાં 35 કેસ, કચ્છમાં 33 કેસ, પંચમહાલમાં 31 કેસ, બનાસકાંઠામાં 28 કેસ, પાટણમાં 26 કેસ, મોરબી અને જૂનાગઢમાં 25-25 કેસ, મહીસાગરમાં 24 કેસ, સુરેન્દ્રનગરમાં 23 કેસ નોંધાયા : રાજ્યમાં હાલ 14,970 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે  1502 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1502 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1401 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,09,780 થઇ છે જયારે આજે વધુ 1402 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1, 90,821 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 20 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 3989 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 90,96 થયો છે

  રાજ્યમાં હાલ 14,970 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 વેન્ટિલેટર પર જ્યારે 14,887 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 65,876 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં 78,25,615 ટેસ્ટ કરવામાં આવ્યા છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 13, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1,મહેસાણામાં 1,મોરબીમાં 1,રાજકોટ કોર્પોરેશનમાં 1,અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળીને  કુલ 20 લોકોના મોત થયા છે

રાજ્યમાં આજે નોંધાયેલા 1502 નવા કેસમા સૌથી વધુ અમદાવાદમાં 312 કેસ, સુરતમાં 266 કેસ,વડોદરામાં 187 કેસ,રાજકોટમાં 140 કેસ,મહેસાણામાં 70 કેસ, ગાંધીનગરમાં 59 કેસ જામનગરમાં 35 કેસ, કચ્છમાં 33 કેસ, પંચમહાલમાં 31 કેસ,બનાસકાંઠામાં 28 કેસ,પાટણમાં 26 કેસ,મોરબી અને જૂનાગઢમાં 25-25 કેસ,મહીસાગરમાં 24 કેસ, સુરેન્દ્રનગરમાં 23 કેસ નોંધાયા છે

(7:44 pm IST)