Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

અમદાવાદના સોલામાં કેમિકલ બિઝનેસના નામે સુરતના વેપારી સાથે 20 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના સોલામાં અવધ બંગ્લોઝમાં રહેતા કલ્પેશ એમ પટેલને ડૉક્ટરએ મેસેજ કરી કેમિકલનો બિઝનેસ કરવા જણાવ્યું હતું. તેમણે કેન્સરની દવા માટેના કેમિકલ મંગાવવા માટે હિમાચલ પ્રદેશની એક કંપનીનું એડ્રેસ મોકલ્યું હતું.

આ કંપનીએ WHOનું રિઝર્વેશન સર્ટીફિકેટ મોકલતા કલ્પેશભાઈને વિશ્વાસ બેઠો હતો. બાદમાં કલ્પેશભાઈએ કેમિકલ મોકલાવ્યું હતું. બાદમાં તપાસ કરતા WHOનું સર્ટીફિકેટ નકલી હોવાનું અને પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા તેમણે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:34 pm IST)