Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ગાંધીનગર જિલ્લામાં પોલીસે ભાદરોડ ચોકડી નજીકથી મીની બસને ઝડપી 6.43 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર: જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે રખિયાલ પોલીસે ભાદરોડ ચોકડી પાસેથી બાતમીના આધારે એક મીની બસને ઝડપી લીધી હતી અને તેમાંથી વિદેશી દારૂની ૨૦૬૪ બોટલ ઝડપી લીધી હતી અને .૪૩ લાખનો વિદેશી દારૂના જથ્થાની સાથે ૧૦.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં સવાર હરિયાણાના શખ્સને ઝડપી લેવાયો હતો અને દારૂ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા તપાસ શરૂ કરાઈ છે.

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા બાતમીદારોને સક્રીય કરી અવારનવાર વાહનચેકીંગ હાથ ધરી દારૂના આવા જથ્થાને પકડવામાં આવી રહયો છે. રખિયાલ પોલીસ ટીમ વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે મોડાસા તરફથી રખિયાલ તરફ એક ટેમ્પો ટ્રાવેલ્સ મીની બસ જીજે-૦૬-એવાય-૪૩૫૫માં વિદેશી દારૂનો જથ્થો ભરીને લાવવામાં આવી રહયો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે ભાદરોડા ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી બસ આવતાં તેને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતાં વિદેશી દારૂની અલગ અલગ માર્કાની કુલ ર૦૬૪ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે .૪૩ લાખનો વિદેશી દારૂ અને મીની બસ મળી કુલ ૧૦.૪૩ લાખના મુદ્દામાલ સાથે ચાલક હરિયાણાના ગજજર જિલ્લાના લુવારખુદ ગામના વિજયસિંહ રામસિંહ વાલ્મીકીની ધરપકડ કરી હતી. જેની પુછપરછ શરૂ કરવામાં આવી છે અને દારૂ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે દોડધામ શરૂ કરી છે. નોંધવું રહેશે કે મુખ્ય હાઈવે ઉપર વાહન ચેકીંગ કરાતાં હવે બુટલેગરો અંતરિયાળ માર્ગો ઉપર દારૂની હેરાફેરી કરી રહયા છે

(4:52 pm IST)