ગુજરાત
News of Monday, 1st March 2021

સોલાપુર પાસે અમદાવાદ-યશવંતપુર એક્સપ્રેસમાં લૂટ : ચાર કોચમાં 15થી 20 લૂંટારુઓ ત્રાટક્યા:લાખોના સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર

લુંટારુંઓએ મહારાષ્ટ્રના સોલાપુર પાસે સિગ્નલના વાયર કાપી નાખતા ટ્રેન થંભી ગઈ : દોઢ કલાક સુધી ટ્રેન રોકાયા પછી મોટી સંખ્યામાં લુંટારુંઓએ લૂંટને અંજામ આપ્યો

મુંબઈ: મહારાષ્ટ્રના સોલાપુર પાસે લુટારુંઓએ એક ટ્રેનને નિશાન બનાવી. લુંટારુંઓએ સોલાપુર પાસે અમદાવાદ-યશવંતપુર એક્સપ્રેસમાં લૂટ ચલાવી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે 15થી 20ની સંખ્યામાં લૂંટારુંઓ ટ્રેનની બહાર અને અંદર હાજર હતા. લુંટારુંઓએ ટ્રેનના ચાર કોચને નિશાન બનાવ્યા અને યાત્રિઓ પાસેથી લાખોના સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર થઇ ગયા હતા

   આ લૂટકાંડમાં સૌથી ચોંકાવાની વાત એ રહી કે લુંટારુંઓએ મહારાષ્ટ્રના સોલાપુર પાસે સિગ્નલના વાયર કાપી નાંખ્યા હતા, જેના કારણે આ ટ્રેન વચ્ચે રોકાઇ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સિગ્નલના વાયર કપાવાના કારણે યશવંતપુર-અમદાવાદ એક્સપ્રેસ અંદાજે દોઢ કલાક સુધી રોકાઇ હતી. ટ્રેન રોકાયા પછી મોટી સંખ્યામાં લુંટારુંઓ લૂંટને અંજામ આપ્યો હતો

આ લૂંટની જાણકારી સોલાપુર રેન્જના રેલ્વે વિભાગને આપવામાં આવી, ત્યારબાદ સોલાપુર રેન્જના ટોચના રેલ્વે અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરીછે

ટ્રેનમાં સવાર યાત્રી અને પીડિતોનું કહેવું છે કે આ સમગ્ર ઘટના રાતના 2-3 વાગ્યા બની હતી, 15-16 લુંટારુઓ ટ્રેનમાં આવ્યા અને લૂંટ ચલાવી હતી. લુંટારાઓ પોતાના શરીર પર તેલ લગાવીના આવ્યા હતા. કોઈ સુરક્ષા ના હતી. ટ્રેન રોકાવવાના કારણે લુંટારુંઓએ ટ્રેન પર પથ્થમારો કર્યો હતો.

આ સમગ્ર ઘટનાને રેલ્વે પોલીસે ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તપાસ શરૂ કરી દીધી છે, જે પ્રકારે ટ્રેનના સિગ્નલના વાયર કાપી ટ્રેનને રોકવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ છે કે આ લૂંટ પાછળ મોટી ગેંગ કામ કરી રહી છે.

(8:51 pm IST)