ગુજરાત
News of Monday, 1st March 2021

ગુજરાત યુનિ.માં ઓનલાઇન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ

બે દિવસીય ઓનલાઇન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ : મેનેજમેન્ટ, કોમર્સ એન્ડ ઇકોનોમિક્સના ઇમર્જિંગ ઇસ્યુ પર આ પરિસંવાદ ગુજરાત યુનિ.માં યોજવામાં આવ્યો

અમદાવાદ,તા. : ગુજરાત યુનિવર્સિટીની બી.કેસ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઇન્ટેલિજન્સ દ્વારા બે દિવસીય ઓનલાઇન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ૨૭, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ યોજાઈ. Bodhi International journal અને Department of Business Intelligenceના સંયુક્ત ઉપક્રમે મેનેજમેન્ટ, કોમર્સ એન્ડ ઇકોનોમિક્સના ઇમર્જિંગ ઇસ્યુ પર પરિસંવાદ યોજાયો હતો. દક્ષિણ આફ્રિકાની નોર્થ વેસ્ટ યુનિવર્સિટીના ડો. અંકિત કથરોટીયાએ ઉદ્યોગ સાહસિકતાને અસર કરતા પરિબળો અને તેમાં પડતી મુશ્કેલીઓ વિષે ચર્ચા કરી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા બંને દેશો વચ્ચેની સામ્યતા અને તફાવત પર તેમણે છણાવટ કરી હતી. ભારતમાં ઉદ્યોગ સાહસિકતાને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે તેથી સ્ટાર્ટઅપ પ્રવૃત્તિમાં ભારત દુનિયાની હરોળમાં નંબર વન છે. લન્ડનથી ડો. પરીન સોમાનીએ પોતાના inaugural સેશનના વક્તવ્યમાં એક અલગ દ્રષ્ટિકોણ દર્શાવ્યો હતો, તેમણે આજના યુવાનો માટે એક વનલાઈનર મેસેજ આપ્યો હતો જે પ્રમાણે હતો. Be the change you wish to see in the world and believe in yourself. સમાપન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે જર્મનીથી ડેટા એનાલીસ્ટ ડો. સમીર રોહડિયા ઓનલાઇન ઉપસ્થિત રહ્યાહતા. તેમના મત મુજબ આવનારા વીસ વરસ big ડેટા અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના છે,ડેટા એનાલિસિસ સ્પેશ્યલાઇઝેશન કર્યા પછી વિદ્યાર્થી Red ocean strategy તરફથી blue ocean strategy તરફ જઈ શકશે અને રોજગારીમાં વધારે તકો પ્રાપ્ત કરી શકશે. પરિસંવાદના અંતમાં, કોન્ફરન્સના કન્વીનર ડો. મમતા બ્રહ્મભટ્ટે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો. હિમાંશુ પંડ્યા અને પ્રોવાઇસ ચાન્સલર ડો. જગદીશ ભાવસારસરનો કોન્ફરન્સનું આયોજન કરવા પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા આભાર વ્યક્ત કર્યો હતો.

(9:11 pm IST)