ગુજરાત
News of Monday, 1st March 2021

દાહોદ જિલ્લાના પ્રાથમિક શાળા ધોડિયા રૂમ, ન,1 મતદાનમથક પર ફેરમતદાન પૂર્ણ : નગરપાલિકા, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના મતદાનના સત્તાવાર આંકડા જાહેર

નગરપાલિકાઓમાં 59,05 ટકા,જિલ્લા પંચાયતોમાં 66,67 ટકા, તાલુકા પંચાયતોમાં 66,86 ટકા મતદાન : નગર પાલિકાઓની પેટાચૂંટણીમાં 68,65 ટકા મતદાન : ધોડિયા રૂમ ,ન,1માં 49,12 ટકા મતદાન

અમદાવાદ : રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યની 81 નગરપાલિકાઓ,31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા 15 નગર પાલિકાઓ અને 3 તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી તા, 28-2-2021ના રોજ યોજવા 23-1-2021ના રોજ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરેલ હતો,

 કાર્યક્રમ અનુસાર તા, 28-2-2021 ચૂંટણી હેઠળના સ્વરાજ્યના એકમોમાં સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થયેલ હતું,

આ કાર્યક્રમ અનુસાર થયેલ મતદાન અને ટકાવારીના આખરી થયેલ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં 59,05 ટકા તથા જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 66,67 ટકા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં 66,86 ટકા મતદાન થયેલ છે, નગર પાલિકાઓની પેટા ચૂંટણીમાં 51,73 ટકા તથા તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં 68,65 ટકા મતદાન થયેલ છે,

 દાહોદ જિલ્લાના પ્રાથમિક શાળા ધોડીયા રુમ ,ન,1 મતદાનમથક પર પુન : મતદાન યોજવામાં આવેલ છે જે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે આ મતદાન મથક પર 49,12 ટકા મતદાન થેયલ છે

 મતદાનના આંકડા ચૂંટણી આયોગની વેબસાઈટ www .sec .gujarat.gov .in  પર મુકવામાં આવી છે

(9:48 pm IST)