ગુજરાત
News of Thursday, 1st October 2020

વડોદરામાં કેન્દ્ર સરકારના નવા નિયમ હેઠળ મનપાની ટીમદ્વારા મીઠાઈની દુકાનોનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું

વડોદરા: શહેરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇનું વેચાણ કરનારા વેપારીઓએ પણ હવે એક્સપાયરી ડેટ લખવી પડશે તેવો કાયદો બનાવવામાં આવતા તેનો અમલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી શરૂ કર્યો છે. જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો નું ચેકિંગ શરૂ કર્યું છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં મીઠાઈના વેપારીઓને માટે નિયમ બનાવ્યો છે કે મીઠાઈની બનાવટ પછી કેટલા દિવસ સુધી તે ખાવાની યોગ્ય છે તે પ્રમાણે એક્સપાયરી ડેટ લગાવવાની રહેશે. મીઠાઈ વેચતા વેપારીઓ માટે આ નિયમ લાગુ થતાં વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે પરંતુ તેનો અમલ કરવાની શરૂઆત આજથી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કરી છે. જેના ભાગરૂપે આજે અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશભાઈ વૈધની સુચના મુજબ ફુડ ઇન્સપેકટરની બે ટીમ દ્વારા વડોદરા શહેરના સમા નિઝામપુરા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનો પર ચેકિંગ શરૂ કર્યું હતું. તે સાથે સાથે વ્યાપારીઓને આ નવા નિયમોની સમજ પણ આપી હતી.

(5:52 pm IST)