News of Thursday, 1st October 2020
વડોદરામાં નજીકના વિસ્તારમાં મગરનો ત્રાસ: વહેલી સવારે હાલોલની કંપનીમાં મહાકાય મગર ઘુસી આવતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો
વડોદરા:નજીકના વિસ્તારોમાં મગરો બહાર આવી જવાના બનાવો સતત બની રહ્યા છે.આજે વહેલી સવારે હાલોલની કંપનીમાં મહાકાય મગર આવી જતાં ભારે ગભરાટ ફેલાયો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી મગરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે અને લોકોની હાજરી હોય તેવા સ્થળોએ મગરો આવી જવાના બનાવો બની રહ્યા છે.
બે દિવસ પહેલાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં જલારામ નગરમાં પરિવારજનો ઘરની બહાર બેઠા હતા ત્યારે મગર આવી જતાં નાસભાગ મચી હતી.જ્યારે ત્યારબાદ વડોદરા પાસેના ચાપડ ગામે બસ સ્ટેન્ડ પર મગરે અડિંગો જમાવતા રેસક્યુ કરાયું હતું.
(5:53 pm IST)