ગુજરાત
News of Thursday, 1st October 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનું જંગલ સફારી પાર્ક મંજુરી બાદ ખુલ્લું મુકાયું

પહેલા દિવસે પહેલા એકજ કલાક માં 48 પ્રવાસીઓને કોવીડ -19 ની ગાઈડલાઈ પ્રમાણે પ્રવેશ અપાયો

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિશ્વ ની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 375 એકરમાં બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્ક નેશનલ ઝુ ઓથોરિટી અને સરકારની મંજૂરી બાદ આજે ખુલ્લું મુકાયું છે.

 

આજે 1 ઓક્ટોબરથી ટ્રાયલ માટે જંગલ સફારી પાર્ક ફરી ચાલુ કરાતા પ્રવાસીઓની ચહેલ પહેલ શરૂ થઇ ગઈ છે અને પહેલા દિવસે એકજ કલાક માં 48 પ્રવાસીઓને કોવીડ -19 ની ગાઈડલાઈ પ્રમાણે થર્મલ ગન થી ટેમ્પરેચર માપી સોસીયલ ડિસ્ટન્સ સાથે સેનીટાઇઝ કરી ને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
 
આજથી પુનઃ ટ્રાયલ બેઝ માટે જંગલ સફારી ખુલી ગયુ છે. સવારે 8 થી 5 વાગ્યા સુધી દર કલાકે 50 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓ ને સીધો પ્રવેશ આપી  જેના માટે એન્ટ્રી થી લઈને વિવિધ ઝોન વાઇસ 150 થી વધુ કર્મચારીઓ તૈનાત છે, 10 જેટલી કાર પ્રવાસીઓને અવર જવર માટે મુકવામાં આવી છે. પ્રવાસીએ એન્ટ્રી થી લઈને અંદર ગયા પછી કાર માં બેસીને પહેલા ઝોનમાં ઉતારી પ્રવાસીઓ મુક્ત મને ફરી રહ્યા છે. લોકડાઉન ના કારણે 7 મહિનાથી ઘરમાં કેદ પ્રવાસીઓ હાલ.મુક્ત મને અહીં ફરી રહ્યા છે અને અન્ય પ્રવસન સ્થળો ખુલ્લા મુકાય તેવી પણ  માંગ કરી રહ્યા છે.

 

 

(12:35 am IST)