ગુજરાત
News of Friday, 2nd October 2020

સુરતના વરાછા વિસ્તારમાં ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજા સહીત 10 લાખના દંડની સુનવણી કરી

સુરત: શહેરમાં આજથી બે વર્ષ પહેલાં વરાછા વિસ્તારમાં રહેતા તથા ચેક  ડિસ્કાઉન્ટ ધંધો કરતા ફરિયાદીએ મિત્રતાના સબંધે કારખાનેદારને આપેલા 6.4 લાખના ચેક રિટર્ન કેસમાં સંડોવાયેલા આરોપીઓને આજે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખ વર્માએ ગુનામાં દોષિત ઠેરવી એક વર્ષની કેદ તથા 10 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

વરાછા રોડ સ્થિત ડાયમંડ વર્લ્ડ ખાતે જગદીશ કાઉન્ટનો ધંધો કરતા ફરિયાદ પંકજ પુના દેસાઈએ આરોપી સંજય છગન સખીયા (રે. ગોપીનાથ સોસાયટી વરાછા) કુલ 6 .94 લાખના ચેક રિટર્ન નો કેસ કર્યો હતો. 

જે મુજબ કારખાનું ચલાવતા આરોપી ફરિયાદી પાસેથી ધંધાકીય જરૂરિયાત માટે ડિસેમ્બર 2014 દરમ્યાન લાખના ચેક ડિસ્કાઉન્ટ કર્યા કરાવ્યા હતા. જેના પેટે આપેલા ચેક રિર્ટન થતાં ફરિયાદી પંકજ દેસાઈએ સી.કે. પાંડે મારફતે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

(5:45 pm IST)