ગુજરાત
News of Friday, 2nd October 2020

ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ પ્રેમાનંદ સંગીત એકાદમીના કલાકારો દ્વારા ગાંધીજીને તેના પ્રિય ભજન દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ

અમદાવાદ તા.૧ SGVP ગુરુકુલ પરિસરમાં બિરાજીત માણકી સ્વાર ભગવાન શ્રીસ્વામિનારાયણની સમીપમાં, પ્રેમાનંદ સંગીત એકાદમીના સંગીતકારોએ, જેણે ભારતનેઅંગ્રજોની ગુલામીથી છોડાવેલ તે મહાત્મા ગાંધીજીના જન્મદિનની પૂર્વ સંધ્યાએ બાપુનેઅતિ વહાલું ભજન - વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે - તે ભજનસંગીતના જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટના માધ્યમથી પ્રેમાનંદ સંગીત એકાદમીના કલાકારો, ફ્લુટવાદક પ્રકાશભાઇ, હાર્મોનિયમ પર પાર્થ ભંડેરી, તબલા વાદક સાગર વેગડા તેમજ વાયોલિન વાદક તેજસભાઇ અને હર્ષ વોરાએ સંગીત અને ગાન સાથે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

(7:34 pm IST)