ગુજરાત
News of Thursday, 10th September 2020

સુરત શહેરમાં કોરોનાને નિયંત્રીત કરવા કાર્યવાહીઃ વિવિધ ઝોનના રીક્ષા-ટેક્ષી ડ્રાઇવર, ડીલીવરી કરતા કર્મચારીઓનું ટેસ્ટીંગ કરશેઃ નાગરિકોને સહકાર આપવા અપીલ

સુરતઃ શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને નિયંત્રીત કરવા મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. વિવિધ ઝોનના રીક્ષા-ટેક્ષી ડ્રાઇવર, ડીલીવરી કરતા કર્મચારીઓનું ટેસ્ટીંગ કરશે.

સલુનના કર્મચારીઓ અને ઓટો ગેરેજમાં કામ કરતા કર્મચારીઓનું અસરકારક ટેસ્ટિંગ કરવાનો નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. શહેરના વિવિધ ઝોનમાં 10મી સપ્ટેમ્બર ગુરૂવારે રીક્ષા સ્ટેન્ડ અનવ ટેક્ષી સ્ટેન્ડ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવશે. 11મી સપ્ટેમ્બર શુક્રવારે તમામ સંસ્થાઓના કેશિયર અને એકાઉન્ટન્ટ વિભાગના કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

13મી સપ્ટેમ્બર રવિવારના દિવસે તમામ સલુન અને હેર કટિંગની દુકાનોમાં અને 14મી સપ્ટેમ્બર સોમવારના દિવસે તમામ ઓટો ગેરેજ ટેસ્ટિંગ કરવામાં આવશે.

શહેરીજનોને અપીલ કરતા કહેવામાં આવ્યું છે કે, સુરત મહાનગરપાલિકા દિનરાત શહેરીજનોના આરોગ્ય વિષયક હિતોને ધ્યાને લઈ કોરોનાના કડક અટકાયતના પગલાઓ લઈ રહી છે,

ત્યારે શહેરના જવાબદાર નાગરિક તરીકે પાલિકાને યોગ્ય સહકાર આપવો તે શહેરીજનોની નૈતિક ફરજ છે.

જેથી આપણે કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવાના મહા અભિયાનમાં સફળતા મેળવી શકીએ.

વધુમાં વધુ શહેરીજનો સુરત મહાનગરપાલિકાની આ આરોગ્યલક્ષી ટેસ્ટીંગની સેવાનો લાભ લેવાની અપીલ પણ કરવમાં આવી છે.

મહત્વનું છે કે, સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ક્યારેક વધારો જોવા મળ્યો છે,

ત્યારે મનપા એવી જગ્યાઓ પર ટેસ્ટિંગ કરવા જઈ રહી છે,

જ્યાં લોકોની અવરજવર સૌથી વધારે હોય છે,

સાથે જ ત્યાં સંક્રમણ થવાના સાથે જ અન્ય કોઈને ચેપ લાગવાની શકયતા વધારે હોય છે.

 

(12:16 am IST)