ગુજરાત
News of Thursday, 10th September 2020

ફોન પર ઠગાઇ કરી રૂ. 36 લાખ પડાવી લેનારનું એકાઉન્ટ સિઝ કરતી વલસાડ પોલીસ સાઇબર ક્રાઇમ એક્સપર્ટ વલસાડ એસપીએ હવે ફોન પર ઠગાઇ અને સાઇબર પર ઠગાઇ કરનાર સામે પોલીસને સજ્જ કરી

 

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : સમગ્ર દેશભરમાં યુપીની જામતાડા અને અન્ય ગેંગ દ્વારા ફોન પર ઠગાઇ કરી પૈસા પડાવી લેવાની ઘટના સામાન્ય બની છે. આવી ઘટના વલસાડમાં પણ બની છે. અત્યાર સુધી આવી ઘટના સામે પોલીસને નિસહાય હતી. જોકે, સાઇબર ક્રાઇમ એક્સપર્ટ ડો.રાજદિપસિંહ ઝાલાની વલસાડમાં બદલી બાદ હવે તેમણે તેના માટે ખાસ સેવા શરૂ કરી છે. જેના થકી તાજેતરમાં વલસાડના એક રહીશ સાથે થયેલી રૂ. 36 લાખની ઠગાઇ કરનારનું કરોડો રૂપિયા ધરાવતું એકાઉન્ટ સિઝ કરી નાખ્યું હતુ.

વલસાડ શહેરમાં રહેતા એક શખ્સ પર ફોન આવ્યો અને ફોન કરનારે તેને રૂ. 40 લાખની લોન આપવાની વાત કરી હતી. જેની લાલચમાં વ્યક્તિએ લોન લેવા માટે પોતાના આધારકાર્ડ, લાઇસન્સ વગેરે ડોક્યુમેન્ટ મંગાવી લીધા હતા. ત્યારબાદ લોન પાસ થઇ ગઇ હોવાનું જણાવી રોકડા રૂ. 10 હજાર મંગાવ્યા હતા. જે પૈસા આપવા વલસાડના રહીશે ઓનલાઇન ટ્રાઇ કરી પરંતુ જમા થઇ શક્યા હતા અને ફોન પર ઠગાઇ કરનારની ટ્રેપમાં ફસાતો ગયો અને પછી ત્યારબાદ તેણે ફોન કરનાર ઠગની વાતમાં આવીને પોતાના ફોન પર આવતા ઓટીપી નંબર એક પછી એક ફોન કરનારને આપતો ગયો હતો. તેના એકાઉન્ટમાંથી રૂ. 36 લાખ ઉપડી ગયા પછી તેેને પોતાની સાથે ઠગાઇની જાણ થતાં તેણે તાત્કાલિક વલસાડ એલસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે વલસાડ એસપી રાજદિપસિંહના માર્ગદર્શન મુજબ વલસાડ સાઇબર સેલના દિપક પંડિતરાવ માલીએ રકમ કયા એકાઉન્ટમાં જઇ રહી છે તેના પર વોચ રાખી હતી. જે પૈકી તેમણે એક એકાઉન્ટ પકડી પાડ્યું હતુ. જેમાં રૂ. 1.6 કરોડની માતબર રકમ હતી. એકાઉન્ટ તેમણે સિઝ કરાવ્યું હતુ. જેના પગલે હવે તેમની છેતરપીંડી ગયેલી રકમ પાછી મળે તેનો માર્ગ ખુલ્લો થઇ ગયો હતો.જ્યારે જિલ્લા પોલીસ વડા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે  સાઇબર ક્રાઇમના ભોગ બનનાર માટે પોલીસ તત્પર છે. વલસાડમાં સાઇબર ક્રાઇમ કે ફોન પર થતી ઠગાઇ કરનાર માટે વલસાડ પોલીસ હંમેશા તત્પર છે. કોઇ પણ રીતે ભૂલથી પણ સાઇબર ક્રાઇમનો ભોગ બને ત્યારે તેમણે માત્ર 100 નંબર પર જાણ કરવાની રહેશે. પોલીસ કંટ્રોલ પર જાણ થતાં પોલીસ સાઇબર ક્રાઇમ અટકાવવા તાત્કાલિક સક્રિય બની જશે. તેના માટે વલસાડ પોલીસ ગુજરાતના? સાઇબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ ક્રાઇમ અટકાવવા તત્પર બની છે.

 

(12:51 am IST)