ગુજરાત
News of Thursday, 10th September 2020

નાંદોદ તાલુકાના ધારીખેડા ગામમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ઝગડો થતા સામસામી ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામમાં બે પરિવારો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ ઇટ,લાકડી વડે હુમલો કરી ઇજા કરતા સામસામી ફરિયાદ નોંધાઈ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર ધારીખેડા ગામ માં રહેતા ચિમન ભાઇ પારસિંગભાઇ વસાવા એ આપેલી પ્રથમ ફરિયાદ મુજબ ગામના હેમલતાબેન સોમાભાઇ વસાવા તથા મંજુલાબેન દેવનભાઇ વસાવા ના છોકરાએ તેમના ઘર ઉપર પથ્થર મારી નળિયા ફોડી નાખેલ છે તેમ ફરીયાદીને કહીં ગમેતેમ ગાળો બોલી તેમજ સાહેદ અરવિંદભાઇ સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા ફરીયાદી તેની પત્ની સાથે ત્યાં જતા તેમની સાથે ઝઘડો કરી ફરીયાદીની પત્ની સવિતાબેન સાથે ઝપાઝપી કરી હેમલતાબેને હાથમાં ઈંટ લઇ છુટ્ટી મારી સવિતાબેનને જમણા હાથે ઇજા પહોચાડી તથા મંજુલાબેને ડાબા કાન પાસે લાકડી મારી ઇજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી.

  જ્યારે સામી ફરિયાદ હેમલતાબેન સોમાભાઇ વસાવા એ આપી જેમાં જણાવ્યા મુજબ અરવિંદભાઇ લુંટીયાભાઇ વસાવા લાકડી લઇ આવીને તમે અમને ગાળો બોલો છો તમે અમારા ઘર આગળથી કેમ જાઓ છો તેમ કહેતા ફરીયાદીએ આ પંચાયતનો રસ્તો છે તેથી અમો આ રસ્તે થઇને જઇએ છીએ તમારા ઘર આગળથી નથી જતા તેમ કહૅતા અરવિંદ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી સાહેદ દેવનભાઇના જમણા ગાલ ઉપર લાકડીની એક ઝાપટ મારી દીધી તેમજ ચિમનભાઇ પારસિંગભાઇ વસાવા એ લાકડીનો એક સપાટો ફરીયાદીના માથામાં, કાનના ભાગે તેમજ ડાબા હાથના અંગુઠા ઉપર મારી ઇજા પહોચાડી તેમજ સાહેદ મંજુલાબેન બચાવવા વચ્ચે પડતા તેમને પણ હાથમાં લાકડીનો સપાટો મારી તેમજ હાથમાં પથ્થર લઇ લઇ ફરીયાદીને છુટ્ટો મારી કમરના ભાગે ઇજા કરી મારી નાખવાની ધમકી આપતા આમલેથા પોલીસે બંને પક્ષે ફરિયાદ લઈ ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(5:12 pm IST)