ગુજરાત
News of Thursday, 10th September 2020

નર્મદામાં પર સ્ત્રી સાથે પતિના અનૈતિક સંબંધથી લગ્ન જીવનમાં વિખવાદ : અભયમ મહિલા હેલ્પલાઇને સુખદ સમાધાન કરાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક ગામના 21વર્ષીય પરણિતા ઉષાબેન(નામ બદલ્યું છે) ના પતિ રણજીતભાઈના ગામની અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેઓ પત્નીને શારીરક માનસિક હેરાનગતિ કરી છૂટાછેડા આપવા તૈયાર થતા ઉષાબેને 181 મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કરતા રાજપીપળા સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી આ દંપતી ના અસર- કારક કાઉન્સલીંગ બાદ સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી.
  મળતી માહિતી મુજબ ઉષાબેન ના પ્રેમલગ્ન રણજીતભાઇ સાથે થયા બાદ તેમને છ માસ ની દીકરી છે રણજીતભાઇ અંકલેશ્વર ફેક્ટરી મા નોકરી કરે છે તેમને તેમના ગામની એક યુવતી સાથે મિત્રતા થતા બંને એકબીજા ને મળતા અને શારીરિક સબન્ધો પણ હતા ત્યારબાદ તેમણે લગ્ન કરવાનો ઈરાદો જાહેર કરી પોતાની હયાત પત્ની અને નાની બાળકી ને ઘરે મૂકી રણજીતભાઇ તેમની સ્ત્રી મિત્ર ના ઘરે રહેવા જતા રહેતા જેથી ઉષાબેન ની હાલત કફોડી બની હતી તેમણે પોતાના પતિને સમજાવવા ખુબ કાકલુદી કરી પરંતુ તે તેને મારમારી હાંકી કાઢેલ જેથી હવે આગળ શુ કરવું તે ખબર ન પડતા આખરે તેમણે 181મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી પોતાને મદદ કરવા જણાવતા અભયમ ટીમે પતિ-પત્ની અને સ્ત્રી મિત્ર ને સાથે રાખી સમજાવેલ કે આવા સબન્ધો ને સામાજિક કે કાયદાકીય સ્વીકૃતિ મળતી નથી સ્ત્રી મિત્ર ને પણ જણાવેલ કે એક પરણિત સ્ત્રી ના સુખી સંસાર મા આમ દખલ કરવી યોગ્ય નથી,રણજીતભાઈને કાયદાકીય સમજ આપેલ જેથી તેમણે પોતાની ભૂલ કબૂલી અને હવે પોતાની પત્નીને હેરાન નહીં કરે અને તેની કાળજી કરશે અને પર સ્ત્રી સાથે પણ કોઈ સબન્ધ નહીં રાખે તેવી ખાત્રી આપી,આમ અભયમ દ્વારા એક તૂટતો ઘર સંસાર બચાવવામાં સફળતા મળી હતી.ઉષાબેને અભયમ નો આ મદદ બદલ આભાર માન્યો હતો

(5:14 pm IST)