News of Thursday, 10th September 2020
વડોદરા: તાંદલજામાં મધરાત્રે મકાનમાં ચોરી કરવા આવેલ ગઠિયાને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો
વડોદરા : તાંદલજાની દુકાનમાં ગઈ મધરાતે ચોરી કરવા આવેલા બે ચોરો પૈકી એક ચોરને લોકોએ ઝડપી પાડી ખોખરો કર્યો હતો.
તાંદલજાના સંતોક નગરમાં રહેતા મહંમદ અબદુલભાઇ વોરા ગઈરાતે સૂઈ રહ્યા હતા ત્યારે તેમના મકાનની બહાર આવેલી દુકાનમાં પતરા ખખડવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા.
દુકાનદારે બહાર આવી જોયું તો સોસાયટીમાં ટોળું ભેગું થઈ ગયું હતું અને એક ચોરને ઝડપી પાડયો હતો. પોલીસ આવી જતા આ ચોરને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં ચોર નું નામ શકલીન મુનિયા મીરા શેખ રહે તાંદલજા હોવાનું તેમજ ભાગી છૂટેલા સાગરીત નું નામ નદીમ હોવાનું જાણવા મળ્યું હતું.
(5:23 pm IST)