ગુજરાત
News of Thursday, 10th September 2020

અકિલા' ના અહેવાલ બાદ રાજપીપળા એસટી ડેપોના બંધ પંખા ચાલુ થતા ગરમીમાં મુસાફરોને મોટી રાહત

અઠવાડિયાથી ડેપોના તમામ પંખા બંધ હાલતમાં હોય પ્લેટફોર્મ પર બસની રાહ જોઈ ઉભેલા મુસાફરો ભયંકર ગરમીમાં સેકાતા હોય અકિલા માં બુધવારે અહેવાલ પ્રસિદ્ધ થતા જ અધિકારીઓ સફાળા જાગ્યા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા એવા રાજપીપળા એસટી ડેપોમાં ભારે વરસાદમાં છત પર થી ટપકતા પાણી ડેપોના પ્લેટફોર્મ ઉપર તો ફરી વળ્યાં હતા પરંતુ દીવાલ પર લાગેલા પંખાઓમાં પણ આ પાણી ભરાઈ જતા પ્લેટફોર્મના તમામ પંખા બંધ થઈ ગયા હોવાના કારણે બસની રાહ જોઈ કલાકો ઉભા રહેતા મુસાફરો હાલ વરસાદ બંધ થયા બાદ પડી રહેલી આકરી ગરમી માં બફાઈ જતા હોવાના અહેવાલ અકિલા દ્વારા અમે ડેપોના સત્તાધીશોની પોલ ખોલતા ડેપોના અધિકારી ઓએ આળસ ખંખેરી હોય એમ બીજા જ દિવસે પંખા ચાલુ કરાવતા અંતે મુસાફરો ને ગરમીમાં રાહત મળી હતી.આમ અકિલા માં ડેપો સત્તાધીશી ની પોલ છતી થતા ડેપો પર આવતા મુસાફરો એ હાશકારો અનુભવ્યો હતો.
 

(6:46 pm IST)