વડોદરાના વાઘોડિયા જીઆઇડીસી નજીક કંપનીમાં આવેલ ઓરડીમાંથી પોલીસે 36 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
વડોદરા: શહેરના વાઘોડિયા જીઆઇડીસી ખાતેની કંપનીમાં આવેલી ઓરડીમાંથી વાઘોડિયા પોલીસે રૂપિયા 36,000 ની કિંમત ધરાવતી વિદેશી દારૂની 72 બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
વાઘોડિયા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, વાઘોડિયા જીઆઇડીસી માં આવેલ સહજાનંદ ફેરો અલોય પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટની બાજુમાં આવેલ ઓરડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સંતાડી છે. બાતમીના આધારે પોલીસે કંપનીમાં દરોડો પાડયો હતો અને કંપનીનો દરવાજો ખોલી અંદર જતા બે ઓરડીમાંથી કુલદીપ ભાઈ વસાવા અને કિરણભાઈ વસાવા (બંને રહે- વાઘોડિયા ગામ) ની અટકાયત કરી હતી. બોરડીની તલાશી લેતા દરવાજાના પાછળના ભાગેથી રૂપિયા 36,000 કિંમતની દારૂની 72 બોટલો મળી આવી હતી.