ગુજરાત
News of Wednesday, 16th September 2020

પૂર્વ સાંસદ -ભાજપના પીઢ નેતા લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે દુઃખદ અવસાન

લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે અંતિમશ્વાસ લીધા

પાટણ: પૂર્વ સાંસદ અને ભાજપના પીઢ નેતા લીલાધર વાઘેલાનું અવસાન થયું છે . 87 વર્ષના લીલાધર વાધેલાએ  આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. લીલાધર વાઘેલા પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ  રહી ચુક્યા છેતેઓ ત્રણ વખત ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ રહી ચુક્યા છે. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે અંતિમશ્વાસ લીધા હતા.

 

 મળતી માહિતી પ્રમાણે લીલાધર વાઘેલા છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા. લીલાધર વાઘેલાના અંતિમ સંસ્કાર પાટમના તેમના વતન એવા પીમ્પળ ગામ ખાતે કરવામાં આવશે. આ માટે તેમના પાર્થીવ દેહને તેમના ગામ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

 લીલાધર વાઘેલાનો જન્મ 17મી ફેબ્રુઆરી 1935ના રોજ મહેસાણાના ચાણસ્યા તાલુકાના પીમ્પળ ગામ ખાતે થયો હતો. તેમણે બી.એ., બી.એડનો અભ્યાસ કર્યો છે. તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત ખેડૂત, સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કરી હતી. 2018ના વર્ષમાં ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને એક રખડતી ગાયે તેમના પર હુમલો કર્યો હતો. જેમાં તેમનં ગંભીર ઈજા પહોંચી હતી. તેઓઓ પાંચ વર્ષ સુધી શિક્ષક તરીકે પણ નોકરી કરી છે.

(11:36 am IST)