ગુજરાત
News of Wednesday, 16th September 2020

લોકડાઉન-અનલોક શ્રમિકોની હાલત તો એક સરખી જ

શ્રમિકોને ટિકિટ બુકીંગ માટે ભોગવવી પડે છે હાલાકી

અમદાવાદ : કોરોનાની મહામારીમાં પ્રવાસી શ્રમિકોની હાલત લોકડાઉન સમયે પોતાના વતન જવાની જેટલી હાલાકી ભોગવી હતી તેટલી જ હાલાકી અત્યારે ફરી પાંચ ધંધા રોજગાર માટે જયાં હતા ત્યાં જવા માટે ભોગવવી પડે છે. અનલોક થયું ત્યારથી ધંધા હવે ધીમે-ધીમે ખુલવા લાગ્યા છે ત્યારે શ્રમિકે રોજગારી માટે હવે ફરી તેમના કામના સ્થાને જવા માટે નીકળી ગયા છે. અત્યારે હાજી ટ્રેનની શરૂઆત લિમિટેડ છે ત્યારે શ્રમિકોને ટ્રેનની ટિકિટ મેળવવા માં હાલાકીનો સામનો કરવો પડે છે. જે ટ્રેન શરૂ કરવામાં આવી છે તે ટ્રેનની ટિકિટ માટે શ્રમિકોની મારામારીના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.

જે રીતે કોરોનાનું લોકડાઉન થયું ત્યારે શ્રમિકો માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી તે રીતે હવે શ્રમિકોને પરત બોલાવવા માટે પણ ખાસ ટ્રેનની શરૂઆત તે માટે શ્રમિકોની માંગ છે. મોટાભાગે ઉત્ત્।રપ્રદેશ, બિહાર, ઓડિસા , બંગાળ, સહીત બીજા અન્ય રાજયો માટે આવી ખાસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી તે જ રીતે ફરી શ્રમિકોને રોજગારીના સ્થાને પહોંચાડવા માટે ટ્રેન શરૂ થાય તે માટે વિચારણા થાય તે માટે શ્રમિકો કહી રહ્યા છે. રેલ્વેના ઝોનલ અધિકારી અને રેલ્વે યાત્રી મદદ સમિતિના સદસ્ય યોગેશ મિશ્રા જણાવે છે કે ઉત્ત્।રપ્રદેશ અને બિહાર માટે નિયમિત ટ્રેનની શરૂઆત માટે માંગ કરવામાં આવી છે. હાવડા -અમદાવાદ એકસપ્રેસ, મુઝફ્ફરપુર -અમદાવાદ એકસપ્રેસ , ગોરખપુર - અમદાવાદ એકસપ્રેસ , દરભંગા- અમદાવાદ એકસપ્રેસ , બનારસ- અમદાવાદ એકસપ્રેસ ટ્રેનો જે શરૂ કરવામાં આવી છે તેમાં ઓકટોબર મહિનામાં ટિકિટ બુકીંગ માટે પણ મારામારી થાય છે. સ્લીપર કે સીટિંગમાં પણ મુસાફરોને ટિકિટ મળી શકિત નથી.

બસમાં ચૂકવવું પડે છે ૩ ગણું ભાડુ

કેટલાક લોકો અમદાવાદ-આગરા ગ્વાલિયર એકસપ્રેસ ટ્રેન શરૂ કરવા માંગ કરી છે ભગતસિંહ સીકરવાર એ કહ્યું હતું કે રાજસ્થાન, ઉત્ત્।રપ્રદેશ, મધ્યપ્રદેશ માટે ટ્રેન વધુ સુલભ વ્યવહાર છે, લોકોની અવર જવર માટે ટ્રેન વધુ સારૂ માધ્યમ છે કારણકે બસની મુસાફરી માટે લોકોને ૩ ગાણા વધુ ટિકિટ ભાડા ખર્ચવા પડે છે.

(3:40 pm IST)