ગુજરાત
News of Wednesday, 16th September 2020

અમદાવાદમાં એએમટીએસના ડ્રાઇવરે વિદ્યાર્થીનીનું માસ્‍ક કાઢી લઇને બાથમાં લઇને કરી અશ્‍લિલ માંગણીઃ વિદ્યાર્થીનીનો મોબાઇલ લઇને પોતાના મોબાઇલમાં મિસકોલ કરીને ભાગી ગયોઃ પોલીસે ઝડપી લીધો

અમદાવાદ: શહેરના ગુજરાત. યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થિનીની છેડતી કરવી AMTS ના ડ્રાઇવર ને ભારે પડી છે. AMTSમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે કામ કરતો હાર્દિક ઠક્કર ૧૨ મી તારીખે યુનિ. બસ સ્ટેન્ડ પર એક વિદ્યાર્થીની બેઠી હતી. તેની પાસે જઈને બેસી ગયો હતો. વિદ્યાર્થિની સાથે અશ્લીલ માંગણી કરી તેનું માસ્ક કાઢી લીધું હતું. એટલું જ નહિ આરોપીએ વિદ્યાર્થિનીને બાથમાં લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે વિદ્યાર્થિનીનો મોબાઈલ લઇ પોતાના મોબાઈલમાં મિસ્કોલ કર્યો હતો. ત્યાંથી નીકળી ગયો હતો.

જો કે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હોવાથી તેણે જે તે સમયે કોઈને જાણ કરી ના હતી. આજે ફરી આ નરાધમ નો ફોન વિદ્યાર્થિની પર આવ્યો હતો. અને બસ સ્ટેન્ડ પર મળવા માટે બોલાવી હતી. જેથી વિદ્યાર્થિની બસ સ્ટેન્ડ નજીક હાજર સી ટીમ ના મહિલા પોલીસ ને આ બાબત ની જાણ કરી હતી. પોલીસ એ ઘટનાની ગંભીરતા ને ધ્યાન માં રાખી તાત્કાલિક સિવિલ ડ્રેસ માં પોલીસ ની વોચ ગોથવી આરોપી આવતા જ તેણે ઝડપી લીધો છે. આરોપી હાર્દિક ઠક્કર ના છૂટાછેડા થાય હોવાનુ પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું છે. જ્યારે વિદ્યાર્થિની પરિક્ષા ચાલતી હોવાથી યુનિવર્સિટી આવતી હતી. હાલ માં પોલીસ એ આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(4:29 pm IST)