ગુજરાત
News of Wednesday, 16th September 2020

ગરુડેશ્વર માં 8 કરોડના ખર્ચે બનેલી નવી મામલતદાર કચેરીની પ્રોટેક્શન વોલ ઉદ્ઘાટન પહેલાજ ધરસાઈ:કામગીરી પર ઉઠ્યા સવાલ

એક વર્ષ પર આ કચેરીની પ્રોટેક્શન વોલ જમીનદોસ્ત :વિકાસના નામે નવા કામો કરતા તંત્રના અધિકારીઓ શુ નવી કામગીરી બાબતેની ગુણવત્તા ચકાસ્યા વગર જ સબ સલામત હૈ ના દાવા કરે છે..?

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં કરોડો ના ખર્ચે અનેક વિકાસના કામો થાય છે પરંતુ આ કામોની ગુણવત્તા પર વારંવાર સાવલો ઉઠ્યા છે કેમ કે અમુક અધિકારીઓ ની ટકાવારી હોય કે કોઈ અંગત ફાયદો હોય તો ગુણવત્તા કોણ ચકાશે..?જેમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે એકાદ વર્ષ પૂર્વે 8 કરોડ જેવી માતબર રકમે તૈયાર થયેલી મામલતદાર કચરીનું હજુ ઉદ્ઘાટન થયું નથી ત્યાં પાછળ ની પ્રોટેક્શન વોલ તૂટી પડતા નવી કામગીરી પર અનેક સાવલો ઉઠ્યા છે.જોકે જાણવા મળ્યા મુજબ પ્રોટેક્શન વોલ પણ કચેરી બન્યા સમય થી તૂટી પડી છે છતાં હજુ એ માટે કોઈજ કામગીરી આગળ વધતી જોવા મળી નથી ત્યારે ઉદ્ઘાટન પહેલા તૂટેલી આ દીવાલ ની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે સાથે નવી તૈયાર થયેલી મામલતદાર કચેરી ની કામગીરી ની પણ ગુણવત્તા ચકાસવી જોઈએ તે પણ એટલુંજ જરૂરી છે.દીવાલ

જોકે આ બાબતે અમે માર્ગ મકાન વિભાગ ના ડેપ્યુટી ઈજનેર હેમંત વસાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જે દીવાલ તૂટી છે એ માટે ટેન્ડર બહાર પાડ્યું છે ટૂંક સમય માં તેનું કામ ચાલુ થશે.પરંતુ દીવાલ ગુણવત્તા બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે જે કોન્ટ્રાક્ટરે અગાઉ કામ કર્યું છે એની જવાબદારી હોય માટે નવી દીવાલ તે ફરી બનાવી આપશે. ત્યારે અહીં સવાલ એ ઉઠે છે કે શું આ દીવાલ નું કામ પૂર્ણ થયું ત્યારે તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવી ન હતી..? કેમ તૂટી આ દીવાલ જેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે.

(10:04 am IST)