ગુજરાત
News of Wednesday, 16th September 2020

તાપીના વાલોડમાં પેપર મીલના ગોડાઉનમાં ભયંકર આગ :ફાયર કાફલો ઘટના સ્થળેઃ લાખોનું નુકશાન

અમદાવાદ, તા. ૧૬:  તાપીના વાલોડના ડુમખલ ગામે પેપર મિલમાં ભીષણ આગ લાગી છે. મિલમાં પેપરના ગોડાઉનમાં આગ લાગી છે. આગમાં લાખોના સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ફાયર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. પણ આગનું વિકરાળ સ્વરૂપ ધીરે ધીરે વધુ વિકરાળ બની રહ્યુ છે. જો કે હજુ સુધી જાન હાનીના કોઈ સમાચાર નથી.

(2:47 pm IST)