સુરતના મોટા વરાછામાં ઓફિસમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 15 શકુનિઓને ઝડપી પાડયા
સુરત: શહેરના મોટા વરાછાના પ્લેટીનીયમ પ્લાઝાના બીજા માળે ઓફિસમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી એમ્બ્રોડરી કારખાનેદાર, હીરા દલાલ સહિત 15 ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી રૂ. 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે ઓફિસ માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
અમરોલી પોલીસે બાતમીના આધારે મોટા વરાછાના પ્લેટીનીયમ પ્લાઝાના બીજા માળે ઓફિસ નં. 216માં દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા એમ્બ્રોડરી કારખાનેદાર જતીન ચંદુ વામજા (રહે. સત્તાધાર સોસાયટી, એ.કે. રોડ, વરાછા), નરેશ પ્રેમજી ધામેલીયા (રહે. રઘુનંદન સોસાયટી, વેડ રોડ), રત્નકલાકાર મહેન્દ્ર ગોગન વામજા (રહે. ક્રિષ્ણા ટાઉન, સુદામા ચોક, મોટા વરાછા), કોલસા વેપારી નરેન્દ્ર માસુકલાલ ઠક્કર (રહે. અંબિકાનગર, ડીંડોલી), રત્નકલાકાર પ્રકાશ મૂળજી કોટડીયા (રહે. વ્રજભુમિ ટાઉનશીપ, સીમાડા નાકા), રત્નકલાકાર સંજય રમેશ ધાનાણી (રહે. પ્રથમ રેસીડન્સી, કામરેજ), નિવૃત રણછોડ શાંતીલાલ ભાલાળા (રહે. જલારામ સોસાયટી, પદમલા ગામ, વડોદરા), હીરા દલાલ જયેશ ધીરૂ ગોંડલીયા (રહે. તુલસી રો હાઉસ, યોગી ચોક, સરથાણા), નિલેશ દિનેશ વાકાણી (રહે. આંગન રેસીડન્સી, પુણા પાટિયા), પાર્થ ભુપત માંડકણા (રહે. સિલ્વર એપાર્ટમેન્ટ, પુણા), ધનસુખ રવજી વાડદોરીયા (રહે. કૃષ્ણકુંજ સોસાયટી, સીમાડા નાકા), તરૂણ કાળુ રાઠોડ (રહે. ભગુનગર, કતારગામ), યોગેશ પ્રાગજી ગેડીયા (રહે. વ્રજભુમિ સોસાયટી, સરથાણા જકાતનાકા), રાહુલ ધનજી મેપાણી (રહે. સાંઇ દર્શન સોસાયટી, સીમાડા નાકા) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી અંગ જડતીના અને જુગારના દાવ પરના મળી રોકડા રૂ. 1,06,200 અને 12 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,60,700 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.