ગુજરાત
News of Wednesday, 16th September 2020

ખેડા તાલુકાના અડાસરની સીમમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડી 88 લીટર જથ્થો જપ્ત કર્યો

ખેડા:તાલુકાના અડાસર ગામની સીમમાં ઝાડી-ઝાંખરાની ઓથે ચાલતાં દેશી દારૂના અડ્ડા પર ગતરોજ ખેડા ટાઉન પોલીસની દરોડા પાડી કુલ ૮૮ લિટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. દારૂના વેપલા સાથે સંકળાયેલા ચાર બુટલેગરો પૈકી ત્રણ બુટલેગરો પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યાં હતાં. માત્ર એક જ બુટલેગર પોલીસના હાથે પકડાયો હતો. આ અંગે પોલીસે પકડાયેલા એક તેમજ ભાગી છૂટેલા ત્રણ મળી કુલ ચાર બુટલેગરો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા તાલુકાના અડાસર ગામમાં રહેતાં અર્જુનભાઈ પ્રતાપભાઈ ચુનારા અને સુનિલભાઈ પ્રભાતભાઈ ચુનારા ગતરોજ સાંજના સમયે અડાસર ગામની સીમમાં ઝાડી-ઝાંખરા પાછળ દેશી દારૂ ભરેલ કેરબાં લઈને વેચાણ કરતા હોવાની માહિતી ખેડા ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડતાં બંને ઈસમો દેશી દારૂ ભરેલા કેરબા ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને કેરબામાંથી રૂ.૧૪૦૦ કિંમતનો કુલ ૭૦ લિટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરી ભાગી છૂટેલા અર્જુનભાઈ પ્રતાપભાઈ ચુનારા અને સુનિલભાઈ પ્રભાતભાઈ ચુનારા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:09 pm IST)