ગુજરાત
News of Thursday, 17th September 2020

વલસાડના પારડી બાલદા ગ્રામ પંચાયતને જોડતાં રોડ ઉપરથી લોખંડની એન્ગલ રાતોરાત કાઢી લેવાઈ

પીડબલ્યુડીએ હાઈટ બેરિયર રાતોરાત જેસીબી મશીન દ્વારા કાઢી લઈ રોડ ખુલ્લો કરી દદીધો તો.:ચોરીની ફરિયાદ કરવા પહોંચ્યા તો મામલો બહાર આવ્યો

વલસાડ: પાલડી GIDCમાંથી ગ્રામ પંચાયતને જોડતો કમઠી ફળિયાનો રોડ છ માસ અગાઉ ફળિયામાં ભારે વાહનો પસાર થતા અકસ્માતો થયા હતા. જેને પગલે અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. જેને લઇને ગ્રામ પંચાયત દ્વારા અહીં લોખંડની એંગલ એટલે કે, હાઈટ બેરિયર મૂકવામાં આવ્યા હતા. જેથી કરીને કોઈ પણ ભારે વાહન આ માર્ગ ઉપરથી પસાર થઇ ન શકે. પરંતુ ગઇકાલે મોડી રાત્રે ગ્રામ પંચાયતને જાણ કર્યા વિના જ પી.ડબ્લ્યુ.ડી વિભાગ દ્વારા આ હાઈટ બેરિયર રાતોરાત જેસીબી મશીન દ્વારા કાઢી લઈ રોડ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.

આ સમગ્ર બાબતમાં ગ્રામ પંચાયત અને લોકો અજાણ હોવાથી તેઓને લાગ્યું કે, રાત્રિ દરમિયાન આ એંગલ ચોરી થઈ ગયા છે. જેને લઇને લોકો એકત્ર થઇ ગયા હતા અને ગ્રામ પંચાયતના સરપંચ તેમજ અગ્રણીઓ પારડી પોલીસ મથકે પહોંચી આ સમગ્ર બાબતે મૌખિક રજૂઆત કરી હતી. જોકે આ તમામ લોકોને પારડી પોલીસ મથકના પી.એસ.આઇ જણાવ્યું કે, એંગલ હટાવવા માટે પી.ડબલ્યુ.ડી વિભાગ દ્વારા ગ્રામ પંચાયતને અગાઉ પણ એક લેખિત નોટીસ આપવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં પી.ડબલ્યુ.ડી વિભાગ દ્વારા જ લોખંડના હાઈટ બેરિયર રાત્રી દરમિયાન ઉઠાવી લેવામાં આવ્યા હતા.

(12:06 pm IST)