ગુજરાત
News of Sunday, 18th October 2020

ડીસામાં મૂકબધિર કિશોરી પર દુષ્કર્મનો કેસ નહિ લડવા વકિલોનો નિર્ણય

ડીસાની 12 વર્ષીય મૂકબધિર સગીરા પર 24 વર્ષના ફોઇના દીકરાએ દુષ્કર્મ ગુજારી છરીથી ગળું કાપી 20 ફૂટ દૂર ફેંકવાની ઘટના સામે આવી હતી. આ યુવકે ડીસાથી પિતરાઈ બહેનને બાઇક પર બેસાડી દાંતીવાડાના ભાખર ગામની અવાવરું જગ્યાએ લઈ જઇ આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. જોકે, સીસીટીવીમાં આધારે પોલીસે શનિવારે બપોરે જ આરોપી નીતિન માળીને દબોચી લીધો હતો. આ કેસમાં આજે ડીસા બાર એસોસિએશનને મહત્તવપૂર્ણ નિર્ણય લીધો છે કે, આ આરોપી તરફથી કોઇપણ વકીલ કેસ નહીં લડે.

ડીસાના શિવનગરમાં રહેતી 12 વર્ષીય મૂકબધિર કિશોરી શુક્રવારે સાંજથી ગૂમ હતી. જેની પોપોલી ફરિયાદ નોંધાતા મોડી રાત્રે હાઈવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ મૂકબધિર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો એક યુવક દેખાયો હતો. તો શનિવારે વહેલી સવારે દાંતીવાડાના ભાખર ગામ પાસે અવાવરુ પહાડી વિસ્તારમાંથી આ 12 વર્ષીય કિશોરીની ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કિશોરીનું ધડથી અલગ કરી દીધેલું માથું 20 ફૂટ દૂરથી મળી આવ્યું હતું. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તળાવમાં મનરેગાની કામગીરી ચાલતી હોનાથી મજૂરોએ શનિવારે સવારે આઠ વાગે કિશોરીનો માથા વગરનો મૃતદેહ જોયો હતો.

શિવનગરમાં રહેતી 12 વર્ષીય મૂકબધિર કિશોરી શુક્રવારે સાંજથી ગૂમ હતી. જેની પોપોલી ફરિયાદ નોંધાતા મોડી રાત્રે હાઈવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ મૂકબધિર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો એક યુવક દેખાયો હતો. તો શનિવારે વહેલી સવારે દાંતીવાડાના ભાખર ગામ પાસે અવાવરુ પહાડી વિસ્તારમાંથી આ 12 વર્ષીય કિશોરીની ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કિશોરીનું ધડથી અલગ કરી દીધેલું માથું 20 ફૂટ દૂરથી મળી આવ્યું હતું. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તળાવમાં મનરેગાની કામગીરી ચાલતી હોનાથી મજૂરોએ શનિવારે સવારે આઠ વાગે કિશોરીનો માથા વગરનો મૃતદેહ જોયો હતો. (કિશોરીની ફાઇલ તસવીર)

(12:11 pm IST)