ગુજરાત
News of Sunday, 18th October 2020

મહુડી અને મહેસાણા પંથકમાં રાત્રે જોરદાર વર્ષા

ગાંધીનગર નજીક આવેલ વિજાપુર પાસેના સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડયો હોવાનું જાણવા મળે છે. રાત્રે ૧૨.૩૦ થી ૧.૩૦ વચ્ચે અનરાધાર ૨ થી ૪ ઇંચ જેવો વરસાદ પડી ગયેલ. વિજપુરથી શકતેશ્વર- મહુડી અને આગળ સુધી ૨૦ કી.મી. વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભય પમાડે તેવું વાતાવરણ સર્જાયેલ. દરમિયાન મહેસાણાના જાણીતા વેપારી અગ્રણી વિપુલ ઠક્કર અને રાહુલ ઠક્કરનો સંપર્ક સાધતા તેમણે કહેલ કે મહેસાણામાં પણ રાત્રે બે થી ચાર વચ્ચે ગાજવીજ સાથે અનરાધાર ૨ થી ૩ ઇંચ વરસાદ વરસી ગયો છે.સવારથી વાદળા અને તડકા મિશ્રિત વાતવરણ છે.

(2:03 pm IST)