ગુજરાત
News of Sunday, 18th October 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે સ્વસ્થ થનારની વધતી સંખ્યા : વધુ 1233 દર્દીઓ સાજા થયા : નવા 1091 પોઝીટીવ કેસ :વધુ 9 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,59,726 થઇ : મૃત્યુઆંક 3638 થયો : કુલ 1,41,652 લોકોએ કોરોનાને હરાવ્યો

છેલ્લા અઠવાડિયાથી નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધુ : આજે સૌથી વધુ સુરતમાં 239 કેસ, અમદાવાદમાં 183 કેસ, રાજકોટમાં 107 કેસ, વડોદરામાં 119 કેસ,જામનગરમાં 84 કેસ,,ગાંધીનગરમાં 46 કેસ, મહેસાણામાં 38 કેસ, સુરેન્દ્રનગરમાં 21 કેસ,સાબરકાંઠામાં 20 કેસ, ભાવનગરમાં 18 કેસ નોંધાયા :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે આજે સતત આઠમા દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધી છે આજે 1233 દર્દીઓ સાજા થયા છે જયારે નવા 1091 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,59,726 થઇ છે  આજે વધુ 1233 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,41,652 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક  3638 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1091 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3638 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14436 છે જેમાંથી વેન્ટીલેટર પર 74 દર્દીઓ છે જ્યારે 14362 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  88 ,68 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 52,141 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 53,74,429 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે  ,અમદાવાદ કોર્પોરેશનમાં 4,, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1,ગાંધીનગરમાં 1 અને વડોદરા  કોર્પોરેશનમાં 1  મળીને કુલ 9 લોકોના મોત થયા છે   .
  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 1091 પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં 239 કેસ, અમદાવાદમાં 183 કેસ, રાજકોટમાં 107 કેસ, વડોદરામાં 119 કેસ,જામનગરમાં  84 કેસ,,ગાંધીનગરમાં  46 કેસ, મહેસાણામાં  38 કેસ, સુરેન્દ્રનગરમાં 21 કેસ,સાબરકાંઠામાં 20 કેસ, ભાવનગરમાં 18 કેસ,  નોંધાયા છે

(7:38 pm IST)