ગુજરાત
News of Sunday, 18th October 2020

વલસાડ તાલુકાના રોલા ગામે સ્વ.સુરેશભાઈ લલ્લુભાઇ પટેલના સ્મરણાર્થે રક્તદાન શિબિરનું આયોજન : મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ભરતભાઈ પટેલે હાજરી આપી

વલસાડ તાલુકાના રોલા ગામે આજે 351 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ તાલુકાના રોલા ગામે આજે સ્વ.સુરેશભાઈ લલ્લુભાઇ પટેલ ના સ્મરણાર્થે આજે મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું કોરોનાના કાળ માં બ્લડ બેંક માં રક્ત ની અછત હોય જેને ધ્યાને લઈ રોલા ગામના સરપંચ ચિંતનભાઈ પટેલ અને રોલા યુવક મિત્ર મંડળ દ્વારા રોલો પ્રાથમિક શાળા માં આયોજન કરવામાં આવ્યું હતું

 કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ભરતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજે રક્તદાન શિબિરમાં માં 351 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો સવારે 10 વાગ્યે શરૂ થયેલ રક્તદાન શિબિરમાં સાંજે 5 વાગ્ય સુધીમાં 351 બોટલ રક્ત એકત્ર કરવામાં સફળતા મળી હતી જેમાં વલસાડ તાલુકાના વિવિધ ગામો અને રોલા ગામના યુવાનો એ મોટી સંખ્યામાં ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને તમામ રક્ત દાતા ઓને પોતાની સુરક્ષા માટે આયોજકો એ હેલમેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું

(9:00 pm IST)