ગુજરાત
News of Sunday, 18th October 2020

ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની સુરતના પુણા વિસ્તારની સભામાં ફેંકાયા ઈંડા

કાકડીયા મંચ પરથી બોલી રહ્યા હતા. ત્યારે જ સભામાં બે ઈંડા ફેંકાયા : પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સહિતના અગ્રણીઓ સભામાંથી નીકળી ગયા

  સુરત : રાજ્યમાં પેટા ચૂંટણીની જાહેરાત બાદ બધા પક્ષો જીત મેળવવા માટે પ્રચાર શરૂ કરી દીધા છે. શહેરના પુણા વિસ્તારમાં આજે ભાજપના ધારી  વિધાનસભાની બેઠકના ઉમેદવાર જે વી કાકડીયાની સભામાં વિરોધ થયો હતો. કાકડીયા મંચ પરથી બોલી રહ્યા હતા. ત્યારે જ સભામાં બે ઈંડા ફેંકવામાં આવ્યા હતા. આ વિરોધને જાણી ગયેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ  સહિતના અગ્રણીઓ સભામાંથી નીકળી ગયા હતા

  . જે વી કાકડીયાએ કહ્યું હતું કે આ કોંગ્રેસની ચાલ છે પરંતુ મારો વિરોધ નથી મને સારૂ સમર્થન મળી રહ્યું છે. હાલમાં સમગ્ર રાજયમાં વિધાનસભા પેટા ચૂંટણીને લઇને માહોલ ગરમાયેલો છે. ત્યારે ભાજપ દ્વારા મોટા ભાગની બેઠકો પર કોગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાથી. કોગ્રેસે પણ પ્રચારમાં જોર પકડ્યું છે. ત્યારે ધારી વિધાનસભા મત વિસ્તારનો મોટો વર્ગ સુરતમાં પણ રહે છે. જેથી ધારી ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની એક સભા આજે પુણા યોગી ચોક વિસ્તારમાં રાખવામાં આવી હતી.
 જેમાં પ્રદેશ ભાજપ અદ્યક્ષ સી આર પાટીલ, મંત્રી હકુભા જાડેજા, મંત્રી કુમાર કાનાણી, મેયર ડો જગ્દિશ પટેલ સહિત અનેક ધારાસભ્યો તેમજ સાંસદ દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સમયે જે વી કાકડીયા પોતાનું વકતવ્ય શરૂ કર્યું ત્યારેજ એક પછી એક મંચ નજીક બે ઇડાં ફેકી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ઈંડા ફેકનાર તાત્કાલીક ત્યાથી પલાયન થઇ ગયા હતા. પરંતુ ભાજપના ઉપરી નેતાઓ વિરોધ ભાણી લેતા તેઓ ત્યાથી પલાયન થઇ ગયા હતા. અને જે વી કાકડીયાએ પણ પોતાનું નિવેદન પુર્ણ કરી ત્યાથી નીકળી ગયા હતા

(11:08 pm IST)