ગુજરાત
News of Monday, 18th January 2021

સોનવાડામાં નરકંકાલ મળ્યા બાદ પોલીસે ફોરેન્સિક તપાસ હાથ ધરી

વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપુતે લાશ મળી એ સ્થળ સિલ કરી ઝીણા ઝીણા પુરાવા એકત્ર કરવા માટે તપાસ હાથ ધરી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના ડુંગરી નજીકના સોનવાડા ગામેથી નરકંકાલ મળી આવ્યું હતુ. આ નરકંકાલ કયા સંજોગોમાં અહીં આવ્યું. આ કોનું નરકંકાલ છે. તેનું મોત કુદરતી રીતે થયું કે, તેની હત્યા થઇ છે. તેની તપાસ ડુંગરી પોલીસે હાથ ધરી છે. આ નરકંકાલ ની ફોરેન્સિક તપાસ પણ તેમણે હાથ ધરાવતાં તે પુરુષનું હોવાનું બહાર આવ્યું છે

 . વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપુતે લાશ મળી એ સ્થળ સિલ કરી ઝીણા ઝીણા પુરાવા એકત્ર કરવા માટે તપાસ હાથ ધરી છે. આ કંકાલ મળ્યા બાદ તેના મૃત્યુનું રહસ્ય શોધવું પોલીસ માટે એક ચેલેંજ બની રહેતું હોય છે. આ ચેલેંજ ડુંગરી પોલીસે ઉપાડી લીધી છે. ડુંગરી પોલીસે તેની ફોરેન્સિક તપાસ કરતાં આ કંકાલ પુરુષનું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ આ કંકાલ કેટલું જુનું છે તેની જાણકારી માટે પણ તેમણે ફોરેન્સિક એક્સપર્ટની સલાહ મુજબ તપાસ હાથ ધરી છે. જેના માટે તેમણે જે ખેતરમાંથી આ કંકાલ મળ્યું એ ખેતરનો એટલો વિસ્તાર સીલ કરી દીધો હતો અને ત્યાં ડુંગરી પીએસઆઇ સહિતની ટીમ પહોંચી ગઇ અને તેમણે તપાસ હાથ ધરી હતી.

(12:51 am IST)