ગુજરાત
News of Monday, 19th October 2020

દેડીયાપાડાના એસ આર પેટ્રોલ પંપ પાસેથી પશુઓને ઘાતકી રીતે લઈ જવાતા બચાવી લેતી દેડીયાપાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આવેલા એસ આર પેટ્રોલ પંપ પાસેથી પશુઓને ઘાતકી રીતે ટ્રકમાં લઈ જવાતા હોય દેડીયાપાડા પોલીસ પશુઓને બચાવી બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક નંબર GJ-16-1-7296 ના ચાલક જીતેન્દ્ર પ્રતાપસીંહ ચાવડા  (રહે .આશ્રય સોસાયટી પાસે ભરૂચ )પોતાના વાનમાં ૮ મોટી ભેંસ તથા ર પાડીયા ભરી તેમજ ટ્રક નંબર GJ-16-V-4444 ના ચાલક રીયાજભાઈ ઈશાકભાઈ મોયાવાલા (રહે. મદીના હોલની પાસે ભરૂચ તા.જી.ભરૂય) નાએ પોતાના વાહનમા ૮ મોટી ઉમરની ભેંસ તથા ૮ પાડીયા ભરી ટ્રક ચાલકે પોતાના કબજાની ટ્રકમાં ભેંસો તથા પાડીયા માટે ઘાસચારા અને પાણીની સગવડ નહીં રાખી દોરડા વડે ચુસ્ત રીતે બાંધી હવા ઉજાસ ન મળી રહે તે રીતે વાહનમા તાડપત્રી બાંધી પશુઓની હેરફેરની આર.ટી. ઓ.ની પાસ પરમીટ વગર જતા હોય પોલીસે વાહનો નંગ -૦૨ ફૂલ કિમત રૂપીયા ૧૦,૦૦,૦૦૦ તથા ફૂલ ભેંસ નંગ -૧૬ કિ.રૂ .૩.૨૦,ooo તેમજ નાના પાડીયા નંગ ૧૦ કિ.રૂ. ૨૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૧૩,૪૦.ooo સાથે પકડી ગુનો દાખલ કર્યો હતો.

(10:27 pm IST)