વડોદરાના સયાજીપુરામાં પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન રેડ પાડી દારૂની મહેફિલ માણતા બે મહિલા સહીત 8 લોકોને ઝડપી પાડ્યા
વડોદરા:દિવાળીની રાત્રે પોલીસનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે નેશનલ હાઈવે પર બાજીપુરા સર્કિટ હાઉસમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે રેડ પાડી હતી.
પોલીસની એન્ટ્રી પડતાં નશો ઉતરી ગયો હતો. પોલીસે મહેફીલના સ્થળેથી દારૂની બે અડધી બોટલ તેમજ બીયરના ટીન કબજે લીધા છે. પકડાયેલામાં મુકેશ પ્રભુદાસ પ્રજાપતિ રહેવાસી રામદેવ નગર ગોત્રી રોડ, ચિરાગ રમેશકુમાર સોની હાલ રહેવાસી સર્કિટ હાઉસ મૂળ રહેવાસી વડોદ ગામ તાલુકો આણંદ, સાહિલ અખ્તર ભાઈ દિવાન રહેવાસી કમાટીપુરા ફતેગંજ, વિનાયક જહુ શા દિવાન રહેવાસી કમાટીપુરા ફતેગંજ, સોહીલ સાકીર ભાઈ સલાટ રહેવાસી અકોટા ગામ, સાજીદ અબ્દુલ રજાક જૂનીગાડી પાણીગેટ, પ્રીતિબેન વિનોદભાઈ ગીરી લેવાશે વિરલ પાર્ક વડસર, સાલેહા બેન શહીદ ભાઈ પટેલ રહેવાસી આશિયાના નગર તાંદલજાનો સમાવેશ થાય છે.