News of Tuesday, 20th October 2020
ગરુડેશ્વરના મોટા આંબા ગામે ભાઈઓ વચ્ચે ઘરમાં રહેવા બાબતે મારામારી મારી બાદ નાંખવાની ધમકી
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકાના મોટા આંબા ગામના ચીમનભાઇ લાલજીભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેના સગા ભાઈ દિનેશભાઇ લાલજીભાઇ વસાવા એ તેને ગાળો બોલી જણાવેલ કે, તારે આ ઘરે રહેવાનું નથી અહીં કેમ આવે છે? તેમ જણાવતા ફરીયાદીએ તેને જણાવેલ કે, મારા પિતાજીનું ઘર છે તને શું વાંધો છે ? તેમ કહેતા ભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ રોડ ઉપર ખેંચી લાવી ઢીકા પાટુનો માર મારી નીચે પાડી દઇ પીઠના ભાગે ઇજા પહોંચાડી તથા લાકડુ લઇ માથા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:01 pm IST)