ગુજરાત
News of Saturday, 21st November 2020

મોરબીની નામના એવા ધારાસભ્ય કામનાઃ બ્રિજેશ મેરજાએ અંગ્રેજીમાં શપથ લીધા

શબ્દોનો પ્રકાશ અને વાણીની મીઠાસ, ભાષાનો ઝળહળતો ઉજાસઃ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતા મતક્ષેત્રના પ્રતિનિધિએ આંતરરાષ્ટ્રીય ભાષાનો ઉપયોગ કર્યો

રાજકોટ : ગુજરાત વિધાસભાની ૮ બેઠકોની પેટાચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ૮ ધારાસભ્યોએ લાભ પાંચમના દિવસે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ શપથ લીધેલા, સામાન્ય રીતે રાજયના ધારાસભ્યો ગુજરાતી ભાષામાં શપથ લેતા હોય છે. પણ અન્યથી અનોખા અને સૌમાં સવાયા મોરબીના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજાએ અંગ્રેજીમાં શપથ લઇને સુખદ આશ્ચર્ય સર્જયુ છે. (મો. ૯૮૭૯પ ર૩૦૭૯)

શ્રી બ્રિજેશ મેરજાને પ્રાદેશિક ભાષા ગુજરાતી અને રાષ્ટ્રીય ભાષા હિન્દી પર પ્રેમ છે. અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી ગમે છે, ત્રણેય ભાષા પર તેમનું પ્રભુત્વ છે. મોરબી ઘડીયાલ ઉદ્યોગ સિરામીક ઉદ્યોગ વગેરે ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના ધરાવે છે. ત્યાંના જન પ્રતિનિધીએ અંગ્રેજી ભાષામાં શપથવિધીમાં (સોગંદ) ભાગ લઇને ગુજરાતીના ગૌરવ સાથે અંગ્રેજીનાં મહિમાનો સંદેશ આપ્યો છે. વિકાસના કાટાએ ગતિ પકડતા મોરબીની ઘડીયાલની સાથે હવે 'સમય' પણ બદલાઇ રહ્યો છે. પહેલી વખત કરતા બીજી વખત વધુ સરસાઇથી જીતેલા ધારાસભ્ય વધુ ઉત્સાહથી જનસેવા કરવા કટીબધ્ધ છે.

(11:48 am IST)