ગુજરાત
News of Saturday, 21st November 2020

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતા કેન્દ્રની ટીમ રણનીતિ ઘડવા પહોંચી : એસવીપી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

જુના રબારીવાસ વાડજની મુલાકાત લીધી: ધનવન્તરીના ફિલ્ડ સ્ટાફ સાથે લાંબી ચર્ચા કરી : સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે સ્થિતિની સમીક્ષા

અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસોની સ્થિતિ અંગે નિરીક્ષણ કરવા અને નવી રણનીતિ ઘડવા માટે કેન્દ્રની ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. તેઓએ અમદાવાદની એસવીપી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કેન્દ્રની ટીમ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે.

આ ટીમ દ્વારા અમદાવાદની ધનવંતરી રથ , 104 મોબાઇલ વાન, સંજીવની વાન તેમજ વડીલ સુખાકારી મોબાઈલ વાન સુવિધાના વખાણ કર્યા હતા. તેમજ અન્ય શહેરોમાં પણ આ સુવિધા ડોક્ટર કરવાની એડવાઇઝ પણ કરવામાં આવી હતી.

આ ટીમ દ્વારા સૌ પ્રથમ સ્ટેટ ઓથોરિટી પ્રિન્સિપલ સેક્રેટરી DYMC HEALTH AMC,MD GMSCL સાથે મીટિંગ કરી હતી. ત્યારબાદ ટીમે જુના રબારીવાસ વાડજની મુલાકાત લીધી હતી. ત્યાં ધનવન્તરીના ફિલ્ડ સ્ટાફ સાથે લાંબી ચર્ચા કરી હતી. તેમજ તેમની પાસે તેમની કામની પદ્ધતિ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અંગે ઇન્કવાયરી કરી હતી. ડોર ટુ ડોર OPD સિસ્ટમ અંગે જાણીને તેઓ ખુશ થયા હતા.

 

ત્યાર બાદ ટીમ દ્વારા SVP હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. ડાયરેક્ટર એન્ડ એડિશનલ ડાયરેક્ટર દ્વારા નોન કૉવિડ એરિયાની મુલાકાત લીધી હતી જેમાં પેશન્ટ મેનેજમેન્ટ,વેઈટિંગ મેનેજમેન્ટ અને હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ અંગે પણ માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમને કેટલાક દર્દીઓના એક્સ-રે તેમજ એચ આર સીટીના રિપોર્ટ જોયા હતા. કેટલાક અંડર ટ્રીટમેન્ટ પેશન્ટના એક્સ-રે અને HRCT જોયા હતા. તેમજ ડિસ્ચાર્જ લઈને ઘરે ગયેલા પેશન્ટના પણ એક્સ-રે અને HRCT રિપોર્ટ જોયા હતા.

આ ઉપરાંત રજનીશ કૌશિક દ્વારા SVP સુપ્રિટેન્ડેન્ટ અને ડોક્ટર અમી પટેલ સાથે કોવીડ ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી. જેમાં તેમને પેશન્ટ સાથે ચર્ચા કરી હતી. તેમજ હોસ્પિટલના ક્રિટિકલ એક્સપર્ટ સાથે પણ ચર્ચા કરી હતી અને તેમની તેમના સજેશન્સ પણ આપ્યા હતા.

બાદ ટીમ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ADDITIONAL CHIEF SECETARY રાજીવ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર તેમજ DYMC હેલ્થ ઓમ પ્રકાશ મચરા, તેમજ ઔડા સીઈઓ એ.બી ગોર સાથે મિટિંગ કરી હતી. જેમાં સેન્ટરની ટીમ દ્વારા ધનવંતરી વન 104 વન સંજીવની વન તેમજ વડીલ સુખાકારી મોબાઈલ વાનના ટી સેવાથી તેઓ ખુશ થયા હતા તેમજ તેમને મેનેજમેન્ટ માટે આ યુનિક અને ઇફેક્ટિવ ગણાવી હતી. તેમજ તેઓ સેન્ટ્રલ હેલ્થ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરશે તેમજ દેશના અલગ-અલગ શહેરોમાં આ સુવિધા શરૂ કરાવી જોઈએ

(7:19 pm IST)