ગુજરાત
News of Saturday, 21st November 2020

મહિલા એમએલએની ઑફિસ નજીક જ શરાબની રેલમછેલ

લંગડો અને ગણ્યા કાંદાના અડ્ડા પર દરોડા : સુભાષનગરમાં અમુક મકાનમાં આનંદા મરાઠે ઉર્ફ લંગડો તેમજ ગણેશ પાટીલ ઉર્ફ ગણ્યા કાંદા દેશી દારૂ વેચે છે

સુરત, તા. ૨૧ : સુરત શહેરમાં પ્રોહિબિશનના ગુના અટાકવવાના પોલીસ અવારનવાર દાવાઓ કરતી હોય છે પરંતુ શહેરમાંથી આયે દિન શરાબ મળી આવે છે. દરમિયાન પ્રજા કયારેક દારૂનાઓ અડ્ડાઓથી વિફરે તો જનતા રેડ પણ પાડી દેતી હોય છે. જોકે, આવી એક રેડ સુરતમાં મહિલા ધારાસભ્યની ઑફિસની પાસે પાડવામાં આવી છેસુરતના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલ ઓફિસની નજીક ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ રેડ પાડી હતી. અને ઘણો દારૂ લોકોએ સળગાવ્યો હતો. સુભાષનગરમાં અમુક મકાનમાં આનંદા મરાઠે ઉર્ફ લંગડો તેમજ ગણેશ પાટીલ ઉર્ફ ગણ્યા કાંદા ઘણા સમયથી દેશી દારૂ વેચે છે.

શુક્રવારે સવારે લિંબાયત પીઆઈ એચ.બી. ઝાલાને સુભાષનગરના રહીશોએ દારૂના અડ્ડાઓ બંધ કરવા રજુઆત કરી હતી. સાંજે લિંબાયત પોલીસ સુભાષનગરમાં રેડ કરવા માટે આવી હતી. ત્યારે પોલીસની સાથે સ્થાનિક આગેવાનો અને સોસાયટીના રહિશોએ સુભાષનગરમાં આનંદા અને ગણેશે જ્યાં દારૂ સંતાડી રાખ્યો હતો ત્યાં રેડ કરી હતી. દારૂની રેડમાં સેંકડો લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેને પોલીસે દારૂ લઈ ગયા બાદ આરોપીઓ આનંદા તેમજ ગણેશને પણ ઝડપી પાડ્યો હતો. જો કે પોલીસના ગયા બાદ લોકોએ ફરી આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.

જેમાં દેશી દારૂનો ડ્રમ મળી આવ્યો હતો. તે ડ્રમ બાબતે જનતાએ પોલીસને અંધારામાં રાખીને ડ્રમને દુર લઈ જઈને એમએલએ સંગીતા પાટીલની (સ્ન્છ જીટ્ઠહખ્તૈંટ્ઠ ઁટ્ઠંૈઙ્મ) ઓફિસે સંજયનગરના રસ્તા પર સુભાષનગરના નાકે લઈ જઈ સળગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે લિંબાયતમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડકરવામાં મહિલાઓ પણ પોલીસ સાથે જોડાઈ હતી.લિંબાયતમાં બેફામ બુટલેગરો પોલીસને દેખાતા હોવાની વાતો પણ થતાં પોલીસની કામગીરી શંકાસ્પદ જણાતી હતી. અને પકડાયેલા બંને બુટલેગરો આનંદા અને ગણેશ રાજકારણમાં પણ સક્રિય છે. સુરત શહેરમાં દારૂની પ્રવૃત્તિ પોલીસને જાણે કે દેખાતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે સુરતની નજીક સંઘપ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલી આવેલું હોવાથી સરળતાથી સુરતમાં દારૂ ઘુસી જતો હોય છે. જોકે, અંગ્રેજી દારુ સાથે દેશી દારૂએ પણ શહેરમાં માજા મૂકી છે. પ્રકારે બેરોકટોક ચાલતા દેશી દારરૂના અડ્ડાઓથી વિફરેલી જનતાએ આજે હલ્લો મચાવ્યો હતો. જોકે, મામલે પોલીસ હવે કેવી કાર્યવાહી કરે છે તે તો સમય આવે જાણી શકાશે પરંતુ પોલીસે દિશામાં ચોક્કસથી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી જનતાની માંગ છે.

(7:51 pm IST)