ગુજરાત
News of Sunday, 22nd November 2020

અમદાવાદમાં કર્ફ્યુની સમીક્ષા કરશે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા:શહેરના વિસ્તારોનો તાગ મેળવશે

સૌથી વધુ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ અંગે કરશે સમીક્ષા

અમદાવાદમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યા બાદ શહેરમાં 57 કલાકનો કફર્યું જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે કર્ફ્યૂની સમીક્ષા રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા કરશે અને શહેરના વિસ્તારોનો તાગ મેળવશે અને સૌથી વધુ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સ્થિતિ અંગે સમીક્ષા કરશે.

રાજયમાં તહેવાર દરમિયાન કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસો ફરી એકવાર વધતા જોવા મળી રહ્યા છે. જેથી સરકારે સાવચેતીના ભાગરુપે શહેરમાં 57 કલાકનો કફર્યું જાહેર કરી દીધો છે. તો બીજી બાજુ આજે સુરત,રાજકોટ અને વડોદરામાં પણ રાત્રિ કફર્યુંનો અમલ શરુ થઈ ગયો છે.

રાજયમાં 25 સપ્ટેમ્બરના રોજ કોરોનાના સૌથી વધારે 1442 કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે 1515 કેસ સામે આવતા રેકોર્ડ બ્રેક કેસ થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 354 કેસ નોંધાયા છે. જો કે, આ પહેલા સૌથી વધુ 5 મેં ના 336 કેસ નોંધાયા હતા જે આજે તેનો રેકોર્ડ તૂટી ગયો છે

રાજયમાં છેલ્લા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ છેલ્લા 24 કલાકમાં 1515 કોરોનાના કેસ સામે આવ્યા છે. જયારે 9 લોકોના મોત થતા મૃત્યું આક 3846 પહોંચ્યો છે. 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જો કે, રાજ્યમાં રિકવરી રેટ 91.26 ટકા છે. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોનાનો કુલ આંકડો 1,95,917એ આવી પહોંચ્યો છે.

(12:28 am IST)