ગુજરાત
News of Wednesday, 21st October 2020

અંબાજી પોલીસે ૩ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો : કોટડા ગેંગના બે સાગરીતોને દબોચી લેવાયા

ચોરી કરી હોવાનું કબુલતાં અટકાયત કરી ત્રણેય મોટર સાયકલ કબજે કરાયા.

 

અંબાજી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન ૩મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને દબોચ્યાં છે. અંબાજી પોલીસ સ્ટાફે વાહન ચેકિંગ દરમ્યાન કામાક્ષી મંદીર ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે લોકોને ઝડપી પુછપરછ કરી હતી. જેમાં તેમણે મોટર સાયકલની ચોરી કરી હોવાનું કબુલતાં તેમની અટકાયત કરી ત્રણેય મોટર સાયકલ કબજે કરાયા હતા.

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાં પોલીસે ચોરના મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલે જિલ્લામાં વધતા જતાં વાહન ચોરીઓના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના કરેલ હોઈ તેમજ .એસપી સુશીલ અગ્રવાલ (પાલનપુર ડિવિઝન ) ના માર્ગદર્શન હેઠળ જે.બી.આચાર્ય પોલીસ ઇન્સ્પેકટરના સુપરવિઝન હેઠળ પો.સબ.ઇન્સ જી.આર. ઠાકોર સહિતનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો.

દરમ્યાન કામાક્ષી મંદીર ત્રણ રસ્તા પાસેથી કાળુભાઇ મોહનભાઇ અંગારી તથા નીરમાભાઇ કાળુભાઇ ડાભી બંને રહે-જોગીવર તા-કોટડા જી.ઉદેપુર(રાજસ્થાન)વાળા બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓની સઘન પુછપરછ કરી હતી. જેમાં બંન્ને આરોપીઓએ ત્રણ મોટર સાયકલોની ચોરી કરેલાનું કબુલાત કરતા મોટર સાયકલ કિ.રૂ. ૬૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

(12:47 am IST)