ગુજરાત
News of Sunday, 22nd November 2020

દિવસના કર્ફયુ માટે હજુ સુધી નિર્ણય લેવાયો નથી : કોરોનાના આંકડા સરકાર છુપાવતી નથી : નીતિનભાઈ પટેલ

તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કેસમાં વધારો નથી થયો : વેક્સિન ટૂંક સમયમાં આવી જશે : તમામ લોકો સુધી વેક્સિન પહોંચે તે સરકારની પ્રાથમિકતા

અમદાવાદ : રાજ્યમાં કોરોના કહેર વધતા મોટા શહૅરોમાં રાત્રી કર્ફ્યુ લગાવાયો છે ત્યારે દિવસના કર્ફ્યુ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, હાલ તો કર્ફ્યૂમાં કોઈ વધારો નહીં થાય હજુ સુધી દિવસના કફર્યૂ માટે કોઈ જ નિર્ણય નથી લેવાયો. હાલ માત્ર રાત્રી કફર્યૂની જાહેરાત કરાઈ છે જે ચાલુ રહેશે. અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં જ કેસ વધ્યા છે. તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કેસમાં વધારો નથી થયો. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુ કે, કોરોનાના આંકડા સરકાર છૂપાવી નથી રહી. આંકડાઓ પારદર્શક રીતે જાહેર કરાઈ રહ્યા છે. વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે. તમામ લોકો સુધી વેક્સિન પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે. કોરોના સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવી જરૂરી છે.

(3:16 pm IST)