ગુજરાત
News of Sunday, 22nd November 2020

નર્મદા જિલ્લાના નાની સીંગલોટીની મહીલાને ડિલિવરી સમયે લોહી આપી જીવન બચાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાની સીંગલોટીના ગર્ભવતી વસંતાબેન વિનોદભાઈ વસાવાને ડિલિવરી સમયે તાત્કાલિક લોહીની જરૂર જણાતા તેમણે કારાઠા ગામના યુવા સરપંચ નિરંજનભાઈ વાસવાનો સંપર્ક કરતા તેમના મિત્ર રાજેશ અર્જુનભાઇ વસાવાએ આ મહીલા ને 2 યુનિટ લોહી આપી જીવન બચાવ્યું હોય મહિલા તેમજ તેમના પરિવજનોએ સરપંચ નિરંજનભાઈ અને બ્લડ આપનાર રાજેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.સાથે લોકોને મેસજ આપ્યો કે આવા જરૂરિયાતમંદ માટે સૌએ રક્તદાન કરવા આગળ આવી કોઈની જિંદગી બચાવવી જોઈએ.

(11:11 pm IST)