ગુજરાત
News of Monday, 23rd November 2020

વડોદરામાં રાત્રી બજારની બહાર પડેલ કારનો કાચ તોડી 35 હજારના સામાનની ઉઠાંતરી કરી ગઠિયા રફુચક્કર

વડોદરા: શહેરમાં કાર માંથી સામાન્ય ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય બની છે. મોલ, ખાણીપીણી બજાર તેમજ લગ્નના હોલ વિસ્તારમાં વોચ રાખી કારમાંથી કિંમતી સામાન ઉઠાવી જતી ગેંગનો દ્વારા વધુ એક કારમાંથી ચીજોની ઉઠાંતરી કરવામાં આવી હોવાનો કિસ્સો બન્યો છે.

આણંદ ખાતે નૂતન કલબ નજીક સલોની વિહાર ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા અજય ભાઈ ભટ્ટ તા. 16મીએ રાત્રે કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજારમાં પત્ની તેમજ અન્ય સંબંધીઓ સાથે જમવા માટે આવ્યા હતા. દરમિયાન તેમણે બજારની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી ગઠિયાઓ રોકડા રૂ. 35 હજાર તેમજ અન્ય ચીજો ઉઠાવી ગયા હતા. બનાવ અંગે હરણી પોલીસે ગુનો નોધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

(4:58 pm IST)