ગુજરાત
News of Tuesday, 24th November 2020

અમદાવાદમાં રાત્રી કફર્યુમાં રેલવે મુસાફરો રઝળશે નહીં : ખાસ AMTS બસો દોડાવાશે

રેલ્વે સ્ટેશનથી અલગ અલગ વિસ્તારમાં મુસાફરોને મુકવા માટે 15 બસોની સુવિધા

અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં  થતા શહેરમાં 57 કલાકનો કફર્યુ પણ આપવામાં આવ્યો હતો. જો કે, આ કફર્યુમાં ઘણા મુસાફરો પોતાના ઘરે જવા માટે રજળી પડ્યા હતા. જેથી રાત્રિ કફર્યુ માટે તંત્રએ રેલ્વે સ્ટેશનથી અલગ અલગ વિસ્તારમાં મુસાફરોને મુકવા માટે 15 બસોની સુવિધા કરી છે.

અમદાવામાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી સરકારે રાત્રિ કફર્યુ જાહરે કર્યું છે. આ કફર્યુ આગામી 7 ડિસેમ્બર સુધી લાગુ રહેશે. જો કે, 57 કલાકના કફર્યુમાં ઘણા એવા મુસાફરો રેલ્વે સ્ટેશનથી પોતાના ઘરે જવા માટે એટવાઈ ગયા હતા અને આ તકનો લાભ લઈ ખાનગી વાહન ચાલકોએ બમણા ભાડા પણ લીધા હતા. પરતું હવે તંત્રએ રાત્રિ કફર્યુમાં મુસાફરો માટે સુવિધા કરી છે. જેમાં 15 એએમટીએસ બસોની સેવા મુસાફરો માટે રાખવામાં આવી છે. આ એએમટીએસ બસ રેલવે સ્ટેશનથી અલગ અલગ વિસ્તારમાં દોડાવવામાં આવશે

છેલ્લા કેટલા સમયથી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં કોરોનાના 300થી વધારે કેસ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. જેથી સરકારે લોકોને સાવચેતી રાખવા,સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા અને ખાસ કરીને માસ્ક પહેરવા માટેની અપીલ પણ કરી છે. જો કે આજે માસ્ક વિના ફરતા 258 લોકોને રોકવામાં આવ્યા હતા. જેમાથી 9 લોકો કોરોના પોઝિટિવ નિકળતા 6 લોકોના તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અન્ય 3 લોકોને હોમઆઈસોલેટ કરવામાં આવ્યા છે

અમદાવાદમાં સાતમી ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુરહેશે. અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આમ આ સપ્તાહના અંત સુધી ચાલનારો રાત્રિ કરફ્યુ હવે સાત ડિસેમ્બર સુધી લંબાવાયો છે. આ પહેલા અમદાવાદમાં શુક્રવાર રાત્રે 20 ડિસેમ્બરથી સોમવાર સવાર 23 ડિસેમ્બર સુધી કરફ્યુ લદાયો હતો. તેના પછી આજથી રાત્રિ કરફ્યુ આગળ આદેશ મળે નહી ત્યાં સુધી હતો. ફક્ત અમદાવાદ જ નહી પણ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. આમ અમદાવાદમાં રાત્રિ કરફ્યુ હવે પંદર દિવસનો થઈ ગયો છે.

(9:57 pm IST)